ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત કોંગ્રેસના MP, MLA દિલ્હી પહોંચ્યા, પરંતુ લલીત વસોયા રહ્યાં બાકાત

રાહુલ ગાંધી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) પૂછપરછ અને કેન્દ્રની અગ્નિપથ યોજના (Agnipath Scheme Protest) પર ચાલી રહેલા વિરોધ વચ્ચે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ (All India Congress Committee) તેના ગુજરાતના ધારાસભ્યોને બુધવાર સુધીમાં દિલ્હી પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે ગુજરાતના ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે.

કોંગ્રેસે ગુજરાતના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા
કોંગ્રેસે ગુજરાતના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા

By

Published : Jun 22, 2022, 10:58 AM IST

Updated : Jun 22, 2022, 3:28 PM IST

અમદાવાદ:રાહુલ ગાંધી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) પૂછપરછ અને કેન્દ્રની અગ્નિપથ યોજના (Agnipath Scheme Protest) પર ચાલી રહેલા વિરોધ વચ્ચે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ (All India Congress Committee) તેના ગુજરાતના ધારાસભ્યોને બુધવાર સુધીમાં દિલ્હી પહોંચવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા દિલ્હી ગયા નથી. ત્યારે ગુજરાતના ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે.

ગુજરાત કોંગ્રેસના MP, MLA દિલ્હી પહોંચ્યા, પરંતુ લલીત વસોયા રહ્યાં બાકાત

આ પણ વાંચો:શું છે નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું શું છે કનેક્શન

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ : કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે કહ્યું, “અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ અમને બુધવારે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જવા કહ્યું છે. અમને આવતીકાલે સવારે કાર્યક્રમ વિશે જાણ કરવામાં આવશે." તેમણે કહ્યું કે, પાર્ટીના 64 ધારાસભ્યોમાંથી મોટાભાગના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશ પર દિલ્હી પહોંચશે અને કાર્યક્રમમાં હાજરી આપશે.

ગુજરાત કોંગ્રેસના MP, MLA દિલ્હી પહોંચ્યા, પરંતુ લલીત વસોયા રહ્યાં બાકાત

આ પણ વાંચો:રાહુલની પૂછપરછનો ક્યારે આવશે અંત, પાંચમા દિવસે પહોંચ્યા ED ઓફિસ

મની લોન્ડરિંગ કેસ : મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો સામનો કરી રહેલા રાહુલ ગાંધી સાથે એકતા દર્શાવવા કોંગ્રેસ વિરોધ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

Last Updated : Jun 22, 2022, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details