નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) અંગે સમયસર સામાજિક ઓડિટ ન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતા. ઉપરાંત વિપક્ષે દાવો કર્યો કે સરકાર આ યોજનાને તેના ચક્રવ્યૂહમાં ફસાવીને વ્યવસ્થિત રીતે ખતમ કરી રહી છે. આ અંગે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોમાં મનરેગા સાથે સંબંધિત સામાજિક ઓડિટ એકમો નિષ્ક્રિય થઈ ગયા છે.
Congress On MGNREGA : સરકાર મનરેગાને સુનિયોજિત રીતે ઈચ્છામૃત્યુ આપી રહી છે - કોંગ્રેસ - કોંગ્રેસ મહાસચિવનો દાવો
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ દ્વારા MGNREGA અંગે સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું કે, મનરેગાના ભંડોળમાં મોડું થઈ રહ્યું હોવાની વાત સામે આવી છે. જેના કારણે ઓડિટમાં વિલંબ થઈ રહ્યો છે. વિપક્ષે દાવો કર્યો કે સરકાર આ યોજનાને તેના ચક્રવ્યૂહમાં ફસાવીને વ્યવસ્થિત રીતે ખતમ કરી રહી છે.
By PTI
Published : Sep 29, 2023, 4:41 PM IST
સરકાર પર આક્ષેપ :કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં તેઓએ લખ્યું કે, ગ્રામસભા દ્વારા હાથ ધરાયેલ સામાજિક ઓડિટ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાનો આવશ્યક ભાગ છે. આ જવાબદારી સુનિશ્ચિત કરવા અને પારદર્શિતા વધારવા માટે છે. મૂળભૂત રીતે તેનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો છે. દરેક રાજ્યનું સ્વતંત્ર સામાજિક ઓડિટ હોય છે, જેને કેન્દ્ર દ્વારા સીધું ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જેથી તેની સ્વાયત્તતા જાળવી શકાય. હવે એવી વાત સામે આવી રહી છે કે, તેના ફંડિંગમાં ભારે મોડું થઈ રહ્યું છે. જેના કારણે સોશિયલ ઓડિટ સમયસર થઈ રહ્યું નથી.
કોંગ્રેસ મહાસચિવનો દાવો : જયરામ રમેશ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઓડિટની આ સમગ્ર પ્રક્રિયામાં ચેડા કરવામાં આવે છે. પછી મોદી સરકાર રાજ્યોને ફંડ આપવામાં ના પાડવા માટે આ સ્થિતિનો ઉપયોગ કરે છે. નાણાની ચુકવણી ન થવાના કારણે વેતન ચૂકવણી વગેરેને અસર થાય છે. જયરામ રમેશે દાવો કર્યો કે, આ મનરેગાને સુનિયોજિત રીતે ચક્રવ્યૂહમાં ફસાવીને ઈચ્છામૃત્યુ આપવા જેવું છે.