નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવા માટેના ઈવીએમ અને વીવીપીએટીના ફર્સ્ટ લેવલ ચેકિંગ (એફએલસી)ની કામગીરીને ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાને વાજબી ગણાવી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની આ પ્રક્રિયા સામે સવાલ ઉઠાવતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિની અરજીને ફગાવી દીધી છે.
શું કહ્યું સુપ્રીમકોર્ટે: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, કોર્ટ આ મામલે દિલ્હી હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતી નથી. આ વર્ષે ઓગસ્ટમાં, હાઈકોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ્સ (VVPATs) ની ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) ના સંબંધમાં રાજ્ય ચૂંટણી પંચના "વલણ" ને પડકારતી અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. આગામી સામાન્ય ચૂંટણી પહેલા. આ અરજી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અનિલ કુમારે દાખલ કરી હતી.
કોંગ્રેસની અરજી ફગાવાઈ:સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે, આના લીધે ચૂંટણીની કામગીરીમાં સંપૂર્ણ પણે વિલંબ થશે. અમે આમા દખલગીરી કરવા માંગતા નથી. જોકે, અનિલ કુમારે હાઈકોર્ટના આ નિર્ણય સામે એપેક્ષ કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે.
કોંગ્રેસના વકીલની દલીલ:અરજદાર અનિલ કુમારના વકીલે દલીલ કરી હતી કે, FLC પ્રક્રિયા ચૂંટણીના ઓછામાં ઓછા 90 દિવસ પહેલા પૂર્ણ થવી જોઈએ અને 'તેઓ કહે છે કે, તેમણે દિલ્હી, ઝારખંડ અને કેરળ માટે આ કર્યું છે. ચાર-પાંચ રાજ્યો માટે જ આ પ્રક્રિયા ચાલુ છે અને અન્ય રાજ્યો માટે તે ચાલું તઈ શકી નથી.”
સુપ્રીમકોર્ટનું વલણ: અનિલકુમારના વકીલે કહ્યું હતું કે, તેમણે આ મશીનોના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર્સ માંગ્યા, "જે તમે ઇચ્છો છો કે હું FLC માં ભાગ લઉં". જ્યારે મુખ્ય ન્યાયાધીશે અરજદારને કહ્યું કે, તેમણે ECI સમક્ષ જવું જોઈએ. " વકીલે કહ્યું કે તે માત્ર કોંગ્રેસ જ નથી અને અન્ય ઘણા પક્ષો પણ આ પ્રક્રિયામાં જોડાયો નથી, જ્યારે સુપ્રીમકોર્ટે કહ્યું કે, તમે કહો છો કે અન્ય રાજકીય પક્ષો જોડાયા નથી, તેનો અર્થ એ થયો કે તમને પરિણામમાં વિશ્વાસ છે. ખંડપીઠે એ પણ જણાવ્યું હતું કે હાઇકોર્ટે વિગતવાર પ્રક્રિયામાં વિસ્તરણ કર્યું છે, જે FLC માં નિર્ધારિત છે અને રાજકીય પક્ષોની હાજરી એ આ પ્રક્રિયામાં એક પગલું છે,
આ પણ વાંચો
- CWC Meet Today: કોંગ્રેસ કાર્યકારી સમિતિની આજે બેઠક, ચૂંટણી રણનીતિ અને જાતિ ગણતરી અંગે ચર્ચા થશે
- Assembly Elections 2023: મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 7 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી, 3 ડિસેમ્બરે આવશે પરિણામ