નવી દિલ્હીઃ મોદી અટક પર ટીપ્પણી કરવાના મામલામાં રાહુલ ગાંધીને સુ્પ્રીમ કોર્ટ દ્વારા રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમે રાહુલની સજા આપતા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. આ ચૂકાદા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે, સત્ય અને ન્યાયનો વિજય થયો છે અને જનતાના અવાજને કોઈ તાકાત કચડી શકાશે નહીં.
લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત થશેઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે 'મોદી અટક' પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના સંબંધમાં 2019માં દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવીને, રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 'મોદી અટક' પર તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના સંબંધમાં 2019માં દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવીને, રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.
પ્રિયંકા વાડ્રાની પ્રતિક્રિયાઃ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભગવાન બુદ્ધનો સંદર્ભ આપીને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી.
સૂર્ય, ચંદ્ર અને સત્ય આ ત્રણને લાંબા સમય સુધી સંતાડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ન્યાયપૂર્ણ ચૂકાદો આપ્યો તે બદલ ધન્યવાદ, સત્યમેવ જયતે---પ્રિયંકા ગાંધી વાડ્રા (મહાસચિવ, કૉંગ્રેસ)
જયરામ રમેશનું ટ્વિટઃ કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સત્ય અને ન્યાયની મજબૂત રજૂઆત છે. ભાજપી મશિનરીના અથાક પ્રત્યનો વિરૂદ્ધ રાહુલ ગાંધીએ પોતાના પર વિશ્વાસ રાખીને ઝુક્યા ન હતા.તેઓ કહેતા હતા કે, ભાજપ અને તેમના સમર્થકો માટે આ એક શીખ છે કે તમે ખરાબ કાર્યો કરી શકો છો, પણ અમે પીછેહઠ નહીં કરીએ.