- કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થાને ઢાંકવા સંબિત પાત્રા ધ્યાન હટાવી રહ્યા છેઃ કોંગ્રેસ
- ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સાંપ્રદાયિક તણાવ માટે કોંગ્રેસ ટૂલકિટ બનાવીઃ કોંગ્રેસ
- દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સંબિત પાત્રા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
નવી દિલ્હીઃ ટૂલકિટ મામલામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. આ તમામની વચ્ચે યૂથ કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થાથી ધ્યાન હટાવવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે એક નકલી કોંગ્રેસ ટૂલકિટ પ્રસારિત કરી રહ્યા છે.
આ પણ વાંચો-ગ્યાસુદ્દીન શેખે કોરોનાકાળમાં સરકારની રહી ગયેલી ત્રુટિઓની તપાસ કરવા ચીફ જસ્ટિસને પત્ર લખ્યો
યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવે નોંધાવી ફરિયાદ