ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mohali Attack : હુમલામાં વપરાયેલ આ ખાસ વસ્તું લાગી પોલીસને હાથ, હવે હુમલાખોરોની ખેર નથી - ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર

પંજાબના મોહાલીમાં(Mohali Attack) સેક્ટર 77 સ્થિત પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના(Police Intelligence Unit) મુખ્યાલયના પરિસરમાં સોમવારે રાત્રે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે, પંજાબ પોલીસે તેને આતંકવાદી હુમલો(Terrorist attack) માનવાનો ઇનકાર કર્યો છે.

Mohali Attack
Mohali Attack

By

Published : May 11, 2022, 6:56 AM IST

Updated : May 11, 2022, 8:39 AM IST

ચંદીગઢ : પંજાબ પોલીસે મંગળવારે કહ્યું કે મોહાલીમાં(Mohali Attack) ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર(Intelligence Wing Headquarters) પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ ફાયર કરવા માટે વપરાતું લોન્ચર મળી આવ્યું છે. તેમજ આ કેસમાં અનેક શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક (DGP) વી.કે. ભાવરાએ કહ્યું કે, તેમને કેટલીક કડીઓ મળી છે અને આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

આ પણ વાંચો - મોહાલી ઈન્ટેલિજન્સ ઓફિસ બ્લાસ્ટઃ પોલીસે આતંકી હુમલાનો ઈન્કાર કર્યો, NIA કરી શકે છે તપાસ

મોહાલીમાં હુમલો - મોહાલી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેટલાક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. હુમલામાં વપરાયેલ લોન્ચર પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને આ કેસમાં તમામ લીડને નજીકથી શોધી રહી છે. આ પહેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને DGP વી.કે. ભાવરા અને ચંદીગઢમાં ગુપ્તચર એકમના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વડાને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો -નાગપુર રેલવે સ્ટેશનમાંથી મળી શંકાસ્પદ બેગ, તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ

હુમલામાં કોઇ જાનહાની નથી - મોહાલીના સેક્ટર 77માં પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર સોમવારે રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈમારતની બારીઓ તુટી ગઈ હતી. આ ઘટનાને એક મોટી ગુપ્તચર નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આ બિલ્ડિંગમાં રાજ્યની 'કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગ', સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કેટલાક અન્ય એકમોની ઓફિસો આવેલી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાજકીય પક્ષોએ તેને "વિક્ષેપજનક" અને "આઘાતજનક" ગણાવ્યું છે.

મુખ્યપ્રધાને આપી પ્રતિક્રિયા -ભગવત માને બેઠક બાદ કહ્યું કે, મહોલીમાં બનેલી ઘટના અંગે તેમને DGP અને ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તમામ હકીકતો બહાર આવી રહી છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે વધુંમાં જણાવ્યું કે, જે કોઈ પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તેને સખત સજા મળશે, જે આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ગુનેગારો જેલના સળિયા પાછળ હશે.

Last Updated : May 11, 2022, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details