- સરકારને ઘેરવા માટે કોંગ્રેસની તાબડતોડ તૈયારી
- શિયાળુ સંસદ સત્રમાં 18 મુદ્દા ઉઠાવામાં આવશે
- સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક સોનિયા ગાંધીના આવાસે
નવી દિલ્હી:સરકારને ઘેરવા માટે આગામી શિયાળુ સંસદ સત્રમાં ઉઠાવામાં આવનાર મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ બાબતે ગુરુવારના રોજ સંસદીય જૂથની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીના આવાસ પર ગુરુવારના રોજ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિયાળુ સંસદ સત્રમાં (Winter Parliament Session) 18 મુદ્દા ઉઠાવામાં આવશે, જેમાં મોંધવારી, કોવિડ મેનેજમેન્ટ, ખેડુત વિરોધ, પેગાસસ અને ભારત-ચીન સરહદ જેવા મુદ્દાઓ વિપક્ષના કેન્દ્રબિંદુ રહેશે.
29 નવેમ્બરથીશિયાળુ સંસદ સત્રની શરૂઆત
શિયાળુ સંસદ સત્રની (Winter Parliament Session) શરૂઆત 29 નવેમ્બરથી થાય છે જ્યારે 23 ડિસેમ્બરના સંસદ શિયાળુ સત્ર પૂર્ણ થઇ જશે. આ વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારના રોજ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાના બિલને મંજૂરી આપી દીધી છે. વેણુગોપાલે કૃષિ કાયદા પાછા ખેંચવા પર કહ્યું- "દેર આયે દુરસ્ત આયે". ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (Indian national Congress) Sumiti))ના જનરલ સેક્રેટરી કેસી વેણુ ગોપાલને (General Secretary Venu Gopal) આ બાબતે પૂછવામાં આવ્યું તો તેને જવાબ આપતા કહ્યું કે હવે ઘણું મોડુ થઇ ગયું છે, પરંતુ અમને આ અંગે થોડી સ્પષ્ટતાની જરૂર છે, શું MSP ઉમેરવામાં આવશે કે તે સાથે વળતર પણ આપવામાં આવી રહ્યું છે?
આ પણ વાંચો:કોંગ્રેસને મોટો ફટકો : પૂર્વ મુખ્યપ્રધાન સહિત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા