કન્યાકુમારી : કોંગ્રેસ દ્વારા 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરવામાં આવી છે(Congress start to bharat jodo yatra). સોનિયા ગાંધીએ આ બાબતને ધ્યાનમાં લઇને એક સંદેશો આપ્યો છે( sonia gandhi message on bharat jodo yatra). જેમાં તેમણે જણાવ્યું છે કે, આ ભારતીય રાજકારણ માટે પરિવર્તનની ક્ષણ છે અને તે પાર્ટીના સંગઠન માટે સંજીવનીરેખાનું કામ કરશે. આ યાત્રાની શરૂઆતના અવસર પર મોકલેલા તેમના સંદેશમાં એમ પણ કહ્યું કે, તેમની સંપૂર્ણ લાગણી આ યાત્રા સાથે છે.
ભારત જોડો યાત્રા પર સોનિયાનો સંદેશ, કહ્યું આ સંજીવની કરશે કામ - ભારત જોડો યાત્રા ની શરૂઆત
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની 'ભારત જોડો યાત્રા' પર મોટો સંદેશ આપ્યો છે. સંદેશો આપતા જણાવ્યું કે, આ ભારતીય રાજકારણ માટે પરિવર્તનની ક્ષણ છે અને તે પાર્ટીના સંગઠન માટે સંજીવીરેખા તરીકેનું કામ કરશે. Congress Bharat Jodo Yatra, sonia gandhi message on bharat jodo yatra, start to bharat jodo yatra
ભારત જોડો યાત્રા
ભારત જોડો યાત્રા પર સોનિયાનો સંદેશોસોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આ ભવ્ય વારસો ધરાવતી અમારી મહાન પાર્ટી માટે એક ઐતિહાસિક અવસર છે. મને આશા છે કે તે અમારા સંગઠન માટે જીવનરૂપ બનશે. આ મુલાકાત ભારતીય રાજનીતિ માટે પરિવર્તનકારી ક્ષણ છે. હાલમાં સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તાજેતરમાંજ તેમની માતાનું નિધન થયું હતું. કન્યાકુમારીમાં કોંગ્રેસની બેઠક સાથે 'ભારત જોડો' યાત્રાની ઔપચારિક શરૂઆત થઈ છે. રાહુલ અને અન્ય 118 'ભારત યાત્રીઓ' આજે ગુરુવારે ઔપચારિક રીતે કૂચની શરૂઆત કરશે.
Last Updated : Sep 8, 2022, 9:43 AM IST