હૈદરાબાદ:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra led by Rahul Gandhi) રવિવારે કર્ણાટક તબક્કા પૂર્ણ કર્યા પછી તેલંગાણામાં (Congress Bharat Jodo Yatra enters Telangana) પ્રવેશી હતી. પદયાત્રારાજ્યમાં પ્રવેશતાની સાથે જ તેલંગાણા-કર્ણાટક સરહદ પર કોંગ્રેસના તેલંગાણા એકમના નેતાઓ દ્વારા ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાના સભ્ય અને તેલંગાણામાં પાર્ટી બાબતોના પ્રભારી મણિકમ ટાગોર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવન્ત રેડ્ડી અને પક્ષના કેટલાક નેતાઓએ ગાંધીનું સ્વાગત કર્યું હતું. યાત્રા જ્યારે તેલંગાણામાં પ્રવેશી, ત્યારે કૃષ્ણા નદી પરના પુલ પર સેંકડો કામદારો હાજર હતા.
3 દિવસ માટે યાત્રા બંધ કરવામાં આવશે:વાયનાડના સાંસદ ગાંધીએ તેલંગાણામાં ટૂંકી પદયાત્રા કરી હતી અને પછી રાજ્યના નારાયણપેટ જિલ્લામાં ગુડેબેલુર ખાતે રોકાયા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદ જવા રવાના થયા અને તેઓ દિલ્હી જશે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ (Congress Bharat Jodo Yatra) કમિટી (TPCC) એ શનિવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, દિવાળી દરમિયાન રવિવારની બપોરથી 26 ઓક્ટોબર સુધી 3 દિવસ માટે યાત્રા બંધ કરવામાં આવશે. આ પછી, યાત્રા 27 ઓક્ટોબરની સવારે ગુડેબેલુરથી ફરી શરૂ થશે. 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા યાત્રા મકાથલ પહોંચશે.