ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી - કોંગ્રેસ

હાલમાં કેરળમાં ડાબેરી લોકશાહી મોરચાની સરકાર છે. તેનો સામનો કોંગ્રેસની આગેવાનીવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનો છે. કેરળમાં વિધાનસભાની 140 બેઠકો છે અને અહીંની વિધાનસભાની મુદત 1 જૂને પૂર્ણ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસે પોતાના 92 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી
કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી

By

Published : Mar 14, 2021, 11:07 PM IST

  • કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી
  • પાર્ટીએ આઈયુએમએલને 27 બેઠકો ફાળવી
  • એક મહિલા ઉમેદવારનો પણ સમાવેશ

કેરળ: કેરળ વિધાનસભાની ચૂંટણી 2021 માટે ઉગ્ર પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસે (કોંગ્રેસ) રવિવારે 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ કોઝિકોડથી કે. એમ. અભિજિતને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ પાર્ટીએ કહ્યું હતું કે તે 140માંથી 91 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. પાર્ટીએ આઈયુએમએલને 27 બેઠકો ફાળવી છે. તેણે 25 ઉમેદવારોની સૂચિ બહાર પાડી હતી, જેમાં એક મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે જાહેર કરેલા મહિલા ઉમેદવારના નામ:

  • મનન્તવેદી - પી. કે. જયલક્ષ્મી
  • થરૂર - કે. એ. શીબા
  • ત્રિસુર - પદ્મજા વેણુગોપાલ
  • વૈકોમ - ડૉ. પી. આર. સોના
  • અરૂર - શનિમોલ ઉસ્માન
  • કાયંકુલમ - અરિતા બાબુ
  • કોટારકર - રેશ્મી આર
  • કોલ્લમ - બિન્દુ કૃષ્ણા
  • પારસલા - અનસજીતા રસેલ

ABOUT THE AUTHOR

...view details