ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RJ And CG assembly Election 2023 : કોંગ્રેસે રાજસ્થાનમાં 43 અને છત્તિસગઢમાં 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, મોટાભાગના ચહેરા રિપીટ - RJ And CG assembly Election 2023

રાજસ્થાન અને છત્તિસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે રવિવારે યાદી જાહેર કરી છે. પાર્ટીએ બીજી યાદીમાં રાજસ્થાને 43 અને છત્તિસગઢમાં બાકિ રહેલ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પણ મોટાભાગના ચહેરાઓનું પુનરાવર્તન થયું છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 6:42 AM IST

રાજસ્થાન : કોંગ્રેસે રવિવારે રાત્રે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં મોટાભાગના ચહેરાઓનું પુનરાવર્તન થયું છે. આ પહેલા કોંગ્રેસે શનિવારે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. બાકીની તમામ 7 બેઠકો પર કોંગ્રેસે ટિકિટોની વહેંચણી કરી છે. જાણો ક્યા નેતાઓને મળી ટિકિટ.

આ નામ રિપિટ કરાયા : કોંગ્રેસની આ યાદીમાં સીટીંગ એન્ડ ગેટીંગની ફોર્મ્યુલા સ્પષ્ટ દેખાઈ રહી છે. બીજી યાદીમાં 43 નામોમાંથી 16 મંત્રીઓ, 14 ધારાસભ્યો અને ચાર પૂર્વ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં ધારાસભ્ય સફિયા ઝુબેરના પતિ ઝુબેર ખાન અને તેમની પત્ની સુશીલા ડુડીને છેલ્લી ચૂંટણીમાં હારેલા પૂર્વ વિપક્ષી નેતા રામેશ્વર ડુડીની બીમારીના કારણે તક આપવામાં આવી છે. આ યાદીમાં પાંચ અપક્ષ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે અને બે પૂર્વ ઉમેદવારોની ટિકિટ રદ કરવામાં આવી છે. કોંગ્રેસે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 76 ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે 124 બેઠકો માટે નામની જાહેરાત થવાની બાકી છે. આ યાદીમાં પણ મંત્રી શાંતિ ધારીવાલ અને મહેશ જોશીના નામ આવ્યા નથી.

અહીં કરવામાં આવ્યા ફેરફારઃ43 નામોની યાદીમાં માત્ર 7 નામો જ કહી શકાય કે જ્યાં ટિકિટ બદલાઈ છે, પરંતુ તેમાંથી પણ પાંચ અપક્ષ ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી હતી. પાર્ટીએ સોજાત વિધાનસભા અને સુરતગઢ વિધાનસભામાં ચહેરાઓમાં ફેરફાર કર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની બીજી યાદીમાં 16 મંત્રીઓના નામ સામેલ છે. આ પહેલા સ્પીકર અને મુખ્યમંત્રી સહિત 6 મંત્રીઓના નામ પ્રથમ યાદીમાં આવ્યા હતા. હવે માત્ર 8 મંત્રીઓ બચ્યા છે જેમની ટિકિટ બાકી છે.

છત્તિસગઢમાં તમામ ઉમેદવારો જાહેર :કોંગ્રેસે છત્તીસગઢની 90માંથી 90 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસે બાકીની સાત બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ, પાર્ટીએ બે યાદીમાં કુલ 83 ઉમેદવારોની જાહેરાત કરી હતી. રવિવારે રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં કોંગ્રેસ પાર્ટીએ કુલ સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કુલદીપ જુનેજાને રાયપુર નોર્થથી ટિકિટ મળી છે.

ચાર મહિલા ઉમેદવારઃકોંગ્રેસે સાત ઉમેદવારોમાં ચાર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે બૈકુંથપુરથી અંબિકા સિંહદેવને ટિકિટ આપી છે. જ્યારે ચતુરી નંદને મહાસમુંદના સરાઈપાલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ રેશમી ચંદ્રાકરને મહાસમુંદથી ટિકિટ આપી છે. આ સિવાય પાર્ટીએ સિહાવાથી અંબિકા માર્કમને ઉમેદવાર બનાવ્યા છે. આ રીતે કોંગ્રેસની ત્રીજી યાદીમાં સૌથી વધુ મહિલા ઉમેદવારોના નામ છે.

ત્રણ પુરુષ ઉમેદવારોને ટિકિટ અપાઈ : કોંગ્રેસની ત્રીજી યાદીમાં પક્ષે ત્રણ પુરુષ ઉમેદવારોને ટિકિટ આપી છે. તેમાં કસડોલના સંદીપ સાહુનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર રાયપુરના વર્તમાન ધારાસભ્ય કુલદીપ જુનેજાને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ ધમતરીથી ઓમકાર સાહુ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  1. Heart Attack: હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા- એક વર્ષમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવો
  2. Bahucharaji Development: શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારનો થશે વિકાસ, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details