- કોંગ્રેસમાં પણ જાતીય સંતુલન બનાવીને મુખ્યપ્રધાન બનાવવાની કવાયદ ચાલી રહી છે
- 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે
- અકાલી દળે દલિત ડેપ્યૂટી મુખ્યપ્રધાન બનાવવાની વાત કહી છે
ચંડીગઢ: 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં અત્યારથી જ બધા દળોની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં શિખ ચહેરાને મુખ્યપ્રધાન બનાવવાની ઘોષણા કરી છે. ભાજપાએ દલિતને મુખ્યપ્રધાન બનાવવાનો વાયદો જનતાને આપ્યો છે. અકાલી દળે દલિત ડેપ્યૂટી મુખ્યપ્રધાન બનાવવાની વાત કહી છે. એવામાં હવે કોંગ્રેસમાં પણ જાતીય સંતુલન બનાવીને મુખ્યપ્રધાન બનાવવાની કવાયદ ચાલી રહી છે.
પંજાબનું જાતિ સમીકરણ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે
પંજાબનું જાતિ સમીકરણ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, માઝા, માલવા અને દોઆબા. પંજાબમાં કુલ મતદારોમાં લગભગ 20 ટકા જાટ શીખ છે. 2017 ની વિધાનસભાની ચુંટણીમાં AAP એ જાટ શીખોમાં પ્રવેશ કર્યો હતો. તમામ રાજકીય પક્ષો માત્ર જાટ શીખ પર જ દાવ રમી રહ્યા છે. જાટ શીખ પંજાબના મુખ્યપ્રધાન બની રહ્યા છે. પંજાબમાં 32 ટકા દલિત મતદારો છે અને દોઆબામાં જીતનો આધાર દલિત અને હિન્દુ મતદારો છે. રાજ્યમાં લગભગ 38 ટકા હિંદુ મતદારો છે.
બે ઉપમુખ્યપ્રધાન લાવી રહી છે કોંગ્રેસ, જાખડ હિંદૂ ચહેરો
કેપ્ટને મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ જાખડનું નામ હિન્દુ ચહેરો તરીકે આગળ મૂકવામાં આવ્યું છે. બે ડેપ્યુટી મુખ્યપ્રધાન બનાવવાની પણ ચર્ચા છે. જેમાં પાર્ટીમાં એક દલિત અને બીજા માટે વિચાર ચાલી રહ્યો છે. પંજાબ કોંગ્રેસમાં આ રાજકીય પરિવર્તન બાદ કોંગ્રેસ જાખડને હિન્દુ ચહેરા તરીકે લાવી રહી છે. આ સાથે પાર્ટીએ બે નાયબ મુખ્યપ્રધાનોનો વિકલ્પ પણ રાખ્યો છે.