- કોંગી નેતા રાશિદ અલ્વીએ વિવાદાસ્પદ આપ્યું નિવેદન
- શ્રી રામના નારા લગાવે છે તે ઋષિમુનિઓ નથી : રાશિદ અલ્વી
- ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, રામાયણ કાળના કાળનેમી રાક્ષસો છે
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ (Congress Leader Rashid Alvi) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જયશ્રી રામનો નારા લગાવનારાઓની તુલના રામાયણના કાળનેમી રાક્ષસ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો રામરાજ્ય અને જય શ્રી રામના (Jay Shree Ram) નારા લગાવે છે તે ઋષિમુનિઓ નથી, પરંતુ રામાયણ કાળના કાળનેમી રાક્ષસો (RAM DEVOTEES A MONSTER) છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી IT (BJP IT Cell) સેલના વડા અમિત માલવિયાએ (Amit Malviya) આ પર પલટવાર કર્યો છે.
જયશ્રી રામ બોલનારાઓે નિશાચર
અમિત માલવિયાએ રાશિદ અલ્વીના નિવેદનનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે, સલમાન ખુર્શીદ બાદ હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જયશ્રી રામ બોલનારાઓને નિશાચર (રાક્ષસ) કહી રહ્યા છે. રામ ભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલું ઝેર ભળેલું છે.
કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશમાં રામ રાજ્ય હોવું જોઈએ, પરંતુ જે રાજ્યમાં એક ઘાટ પર બકરીઓ અને સિંહ પાણી પીવે છે, ત્યાં નફરત કેવી રીતે થઈ શકે? રાશિદ અલ્વીએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો આ દેશમાં જયશ્રી રામનો નારા લગાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે, આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ.