- ઓફિસ કે કામકાજના સ્થળે કેવું હોય પાવર ડ્રેસિંગ
- કાર્યસ્થળ પર શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરવા માટે મદદરુપ છે પાવર ડ્રેસિંગ
- અમે આપને જણાવી રહ્યાં છીએ પાવર ડ્રેસિંગની ટિપ્સ
ન્યૂઝડેસ્કઃ કાર્યસ્થળ પર પાવર ડ્રેસિંગ તમારી નિશ્ચિત છાપ છોડે છે અને પ્રભાવકતા ઊભી કરે છે. તદુપરાંત, તમે જે વસ્ત્રો પહેરો છો તે તમારી વ્યક્તિગત શૈલીને મુક્તપણે જતાવવાની અને કામ પર તમારી અભિવ્યક્તિ શ્રેષ્ઠ બનાવવાની સ્ટાઈલ પણ પ્રદાન કરે છે. કાર્યસ્થળ પર હંમેશા ચોક્કસસ્તરની સંસ્કારિતાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં તમે ન રાહદારી લાગવા જોઇએ ન તમે પરગ્રહથી આવનાર લાગવા જોઇએ.
તમે પહેરો તે કપડાં બેઝલાઇન કેઝ્યુઅલ્સ હોય અથવા બોર્ડ રૂમ પોશાક હોય, અહીં ફક્ત યોગ્ય વસ્તુઓ સાથે પાવર ડ્રેસિંગ માટેની તમારી માર્ગદર્શિકા છે:
1- ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન જરુરી છે
ખૂબ જ સૂક્ષ્મ વિગત છે કે તમે તમારા વર્ક વેર પોશાક પર જેટલું વધુ ધ્યાન આપો છો, તેટલું તે તમારા પર પોતીકુંં બને છે. તો આગળ વધો અને જે તમારા વ્યક્તિત્વ સાથે સુસંગતપણે શ્રેષ્ઠ છે તે પસંદ કરો. મહિલાઓ માટે વિવિધ સ્ટાઇલિશ શર્ટમાંથી તમારા શરીરને અનુકૂળ છે તે પસંદ કરો. મહિલાઓ માટે યોગ્ય ઔપચારિક બ્લેઝર, સ્ટાઇલિશ ટ્રાઉઝર બેસ્ટ છે, તેને અનુરુપ ફેશન એસેસરીઝ સાથે પૂર્ણ દેખાવ તે જૂઓ.
2-અભિવ્યક્તિ માટે ડ્રેસ અપનો ઉપયોગ
પાવર ડ્રેસિંગનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમે તમારી અભિવ્યક્તમાં શ્રેષ્ઠ બનવા જઈ રહ્યાં છો. જો રોજિંદા વર્કવેર પોશાકને બદલવા માગો છો તો પછી એમ કેમ નહીં? કારણ કે દિવસના અંતે, તમારા વર્કવેર બીજા બધાં કરતા તમારા લૂકને બોલ્ડ અને આત્મવિશ્વાસસભર લાગવામાં મદદરુપ બનવા જોઈએ.
3-રંગોના વૈવિધ્ય સાથે ખેલવામાં ગભરાશો નહીં
એ જમાનો ગયો જ્યારે જોબ પર જતાં આછા, ફિક્કા અને બોરિંગ લાગે તેવા કલર્સ પહેરવામાં આવતાં હતાં. હવેના સમયમાં વર્ક વેરમાં જુદા જુદા રંગોનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરવાના દિવસો છે.