- ટ્વિટરે આઇટીના નિયમો અંગે આપ્યું નિવેદન
- નિયમોનું પાલન કરવાનો કરશે પ્રયત્ન
- અભિવ્યક્તિને રોકતા નિયમોનો કરશે વિરોધ
નવી દિલ્હી: ટ્વિટરે ભાજપના નેતાઓને મેન્યુપ્લેટડ મીડિયાનું ટેગ લગાવવાના જવાબમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ડરવવા ધમકાવવાની રણનીતિનો ઉપયોગ થયો છે જે ચિંતાજનક છે તે ભારતમાં કર્મચારીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ચિંતા કરાવે તેવો છે. ટ્વિટરે સાથે જ જણાવ્યું છે કે તેઓ દેશમાં પોતાની સેવા ચાલુ રાખવા માટે ભારતના નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરશે. માઇક્રોબ્લોગિંગ મંચે જણાવ્યું છે કે તેઓ આઇટીના એ નિયમોમાં સુધારાની વકિલાત કરવાની યોજાની બનાવી રહ્યાં છે કે મુક્ત અને સાર્વજનિક વાતચિત કરતા રોકે છે.
વધુ વાંચો:ટૂલકિટ કેસ: ટ્વિટર ઓફિસ પર દરોડાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું, સત્ય ડરતું નથી