ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં સંપૂર્ણ લોકડાઉન : 31 જુલાઇ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન - કેન્દ્ર સરકાર

કેરળ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે 31 જુલાઇ અને 1 ઓગસ્ટના રોજ કેરળમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેરળમાં સંપૂર્ણ લોકડાઉન
કેરળમાં સંપૂર્ણ લોકડાઉન

By

Published : Jul 29, 2021, 1:11 PM IST

  • કોરોનાના કેસના ઉછાળા સાથે સપ્તાહના અંતમાં રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન
  • 31 જુલાઇ અને 1 ઓગસ્ટે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે
  • કેરળમાં દેશભરના કોરોના વાયરસના આશરે 50 ટકા કેસ નોંધાયા

તિરુવનંતપુરમ (કેરળ) : કેરળમાં કોરોના વાયરસ કેસની સંખ્યામાં ઉછાળા વચ્ચે સપ્તાહના અંતમાં રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરના સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, 31 જુલાઇ અને 1 ઓગસ્ટે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

આ પણ વાંચો : Lockdown: સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટે લોકડાઉનમાં મહેકાવી માનવતાની મહેર

કેરળમાં કોરોનાના આશરે 50 ટકા કેસ નોંધાયા

કેરળમાં દેશભરના કોરોના વાયરસના આશરે 50 ટકા કેસ નોંધાયા છે. તાજા કોરોનાના કેસો સંખ્યા સતત બીજા દિવસે 20,000ને વટાવી ગઈ છે. જ્યારે મંગળવારે 22,129 લોકો પોઝિટિવ આવ્યા હતા. સંક્રમણના તાજેતરના આંકડા પછી રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 33,27,301 થઈ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 16,457એ પહોંચી ગયો છે.

આ પણ વાંચો : Surat Congress: ખાનગી શાળા કોલેજોમાં ફીમાં 50 ટકા રાહતની કોંગ્રેસની માંગ

કેરળમાં હજી પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય

કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલમાંથી છ સભ્યોની ટીમ પણ રાજ્યમાં મોકલી રહી છે. તે સમયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યુંં હતું કે, કેરળમાં હજી પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય છે. આ ટીમ રાજ્યને કોવિડ મેનેજમેન્ટમાં ચાલુ પ્રયાસોમાં મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details