- 2019માં કલમ 370 દૂર કરાઈ
- અગાઉ આઝાદી સમયે જવાહરલાલ નેહરુની કેબિનેટમાં પણ મુકાયું હતું 370નું બિલ
- સરદાર વલ્લભભાઈ પટેલ શામા પ્રસાદ મુખર્જી સહિતના નેતાઓ 370ની તરફેણમાં હતા
કાશ્મીરના ઇતિહાસ અને 370 કલમ વિશે સંપૂર્ણ માહિતી
અમદાવાદઃ આઝાદી સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કાશ્મીર માટે અનેક બાબતો કહી હતી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રાજયોની સાથે રાખી વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવામાં આવતું હોય તે પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે, ભારતને સ્વતંત્રતા મળી તે સમય દરમિયાન ત્રણ રજવાડાઓનું ભાવી ભારત સાથે અથવા તો પાકિસ્તાન સાથે રહેવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરમાં વિવાદની ઘટના વારંવાર બનતી હતી. જેથી આ 3 રાજ્યોને અન્ય દેશ સાથે જોડવા કે કેમ તે અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ લિધા બાદ જ જવાહરલાલ નેહરુ દ્વારા નિર્ણય લેવામાં આવતા હતા.
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ કરી સરદાર અને કાશ્મીરની અનેક વાતો
કાશ્મીરના મુદ્દાઓ અને આંતરિક પાસાઓ પર પણ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુએ સાથે મળીને જમ્મુ કાશ્મીર મુદ્દા પર કાર્ય કર્યું હતું. જે તે સમયે ભારતની બંધારણીય કમલ 370 પોર્ટફોલિયો તૈયાર કરવા માટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સાથે જ વાસ્તવિક વાટાઘાટો કરવા માટે જ્યારે આયંગર અને શેખ અબ્દુલ્લાની સાથે જ તેમના વરિષ્ઠ સાથીઓ દ્વારા વાટાઘાટો અનેક મહિનાઓ સુધી ચાલી હતી.
હાલનું કાશ્મીર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર
કાશ્મીરમાં ગત ઘણા સમયથી વિકાસ માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કાશ્મીર પર્યટન માટેનું ખૂબ જ જાણીતું સ્થળ પણ બની ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો દૂર તેને ભારતના તમામ રાજ્યોની જેમ પૂરતી સવલતો મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 370ની કલમ હટાવવા માટે જવાહરલાલ નેહરુએ પોતાની કેબિનેટમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત તમામ આગેવાનો પોતાના વિચારો અને મત કરી શકતા હતા.