- દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ
- આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2022 સુધી લાગૂ
- પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સૂચના પૂરક સત્તાધિકારીની મંજૂરી સાથે જારી કરાઇ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા અને તેના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટીએ આને લઇને આદેશ જારી કર્યો છે. આદેશ અનુસાર આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીએસપીને પણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવાયું
દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 1 જાન્યુઆરી, 2022 સુધી તમામ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે. આ સાથે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીએસપીને પણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે અને આ અધિકારીઓએ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દૈનિક કાર્યવાહીનો રિપોર્ટ પણ રજૂ કરવો પડશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સૂચના પૂરક સત્તાધિકારીની મંજૂરી સાથે જારી કરવામાં આવી છે.