ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Remark on Sanatan Dharma : સનાતન ધર્મ અંગે નિવેદનને લઇ તામિલનાડુ સીએમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં મૂકાયાં - તામિલનાડુ સરકાર

સનાતન ધર્મ માટે ક્લિષ્ટ શબ્દોનો પ્રયોગ કરીને તામિલનાડુ સરકારમાં પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં મૂકાયાં છે. તામિલનાડુ સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સામે વિવાદાસ્પદ નિવેદન સામે મુઝફ્ફરપુર કોર્ટમાં વકીલ દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે.

Remark on Sanatan Dharma : સનાતન ધર્મ અંગે નિવેદનને લઇ તામિલનાડુ સીએમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં મૂકાયાં
Remark on Sanatan Dharma : સનાતન ધર્મ અંગે નિવેદનને લઇ તામિલનાડુ સીએમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં મૂકાયાં

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 9:55 PM IST

મુઝફ્ફરપુર: તામિલનાડુ સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ છે. બિહારની મુઝફ્ફરપુર કોર્ટમાં સનાતન ધર્મ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધવાની છે. એડવોકેટ સુનીલ કુમાર ઓઝા વતી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે આનાથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

સ્ટાલિનનું વિવાદાસ્પદ નિવેદન: તામિલનાડુ સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનો મામલો સનાતન ધર્મ પર સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. મુઝફ્ફરપુરના વકીલ સુનીલ કુમાર ઓઝાએ મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં ઉદયનિધિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનો આરોપ છે કે ઉદયનિધિ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશભરના હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

ઉદયનિધિના આ નિવેદનથી હિંદુ અને સનાતન ધર્મમાં માનતા દેશભરના કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આરોપીએ રાજકીય લાભ લેવાના હેતુથી આવું નિવેદન આપ્યું છે. આવી સ્થિતિમાં આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે ફરિયાદ સ્વીકારી લીધી છે. આ મામલે કોર્ટ 14 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.સુનીલ કુમાર ઓઝા (ફરિયાદી)

રાજકીય ખળભળાટ:ઉદયનિધિના આ વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મુઝફ્ફરપુરના સુધીર કુમાર ઓઝા એડવોકેટ છે. તેમણે મુઝફ્ફરનગર કોર્ટમાં ઉદયનિધિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે ઉદયનિધિએ ગત 2 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે નિવેદન આપ્યું હતું, જે ટીવી ચેનલો અને અન્ય અખબારોમાં પ્રકાશિત થયું હતું.

રોગો સાથે સરખામણી કરી: તામિલનાડુ સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર અને રાજ્યના પ્રધાન ઉદયનિધિએ તાજેતરમાં સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરતા તેની સરખામણી મેલેરિયા, ડેન્ગ્યુ, કોરોના જેવી બીમારીઓ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેનો નાશ કરવો જોઈએ. તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તમિલમાં આયોજિત સભાને સંબોધિત કરતી વખતે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મનો ઉલ્લેખ 'સનાતનમ' તરીકે કર્યો હતો. તેણે કહ્યું, સનાતનમ શું છે? આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે.

કોંગ્રેસે અંતર જાળવ્યું:આપને જણાવીએ કે ઉદયનિધિ સ્ટાલિને મંચ પરથી સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના કહીને તેનો નાશ કરવો જોઈએ તેવી વાત કહી હતી. ત્યારથી ભાજપ અને એનડીએ ગઠબંધનના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે કોંગ્રેસે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનથી કિનારો કર્યો છે. ઉદયનિધિ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિનના પુત્ર છે અને તેઓ પોતે એક જવાબદાર પ્રધાન તરીકે તમિલનાડુ સરકારમાં કામ કરી રહ્યા છે.

  1. Udayanidhi Stalins beheader will get 10 crores : જગતગુરુ પરમહંસ આચાર્યનું મોટુ એલાન, ઉદયનિધિ સ્ટાલિનનું શિરચ્છેદ કરનારને મળશે 10 કરોડ રૂપિયાનું ઇનામ
  2. Chief Minister of Tamil Nadu : મુખ્યપ્રધાન સ્ટાલિને ચેસ વર્લ્ડકપ FIDEના રનર અપ પ્રજ્ઞાનન્ધા અને તેની માતાને વીડિયો કોલ કરી પાઠવ્યા અભિનંદન
  3. TamilNadu News: મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને 'દાંત કાઢવા' માટે ASPને સસ્પેન્ડ કર્યા

ABOUT THE AUTHOR

...view details