ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CWG 2022: જય હો... ગુરુરાજે વેઈટલિફ્ટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ, ભારતને બીજું મેડલ - ગુરુરાજે વેઈટલિફ્ટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ

ગુરુરાજ પૂજારીએ 61 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 118 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિલો વજન ઉપાડ્યું (Commonwealth Games 2022) હતું. કુલ 269 KG વજન સાથે તે ત્રીજા સ્થાને રહ્યો હતો. મલેશિયાના અજનિલ બિન 285 KG વજન ઉપાડીને ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરિયા બારુએ 273 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુરુરાજે વેઈટલિફ્ટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ
ગુરુરાજે વેઈટલિફ્ટિંગમાંગુરુરાજે વેઈટલિફ્ટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ મેળવ્યો બ્રોન્ઝ

By

Published : Jul 30, 2022, 7:39 PM IST

બર્મિંગહામઃભારતીય વેઈટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતનો આ બીજો મેડલ (Second Medal Of Commonwealth ) છે. આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અજનિલ બિનને મળ્યો હતો.

પૂજારીએ 269 કિલો વજન ઉઠાવ્યો :આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીની મોરિયા બારુ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ગુરુરાજ પૂજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો (Gururaj won bronze medal) હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યો હતો. પૂજારી સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :CWG 2022: વેઈટલિફ્ટર સંકેત મહાદેવે કોમનવેલ્થમાં ભારતને અપાવ્યું પ્રથમ મેડલ

વડાપ્રધાને આપી શુભેચ્છા : ગુરુરાજ પૂજારી પહેલા, ભારતના યુવા લિફ્ટર સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો સરગર ગોલ્ડ મેડલ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં બે નિષ્ફળ પ્રયાસો બાદ તે એક કિલોથી ચૂકી ગયો હતો. તેણે 248 કિગ્રા (113 અને 135 કિગ્રા) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીલંકાની દિલાંકા ઇસુરુ કુમારાએ 225 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુરુરાજ પૂજારીને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો :CWG 2022: ભારતની કોમનવેલ્થ ગેમ્સની સૌથી યુવા ખેલાડી અનાહતે કરી શાનદાર શરુઆત

સંકેત મહાદેવે લીધો પ્રથમ મેડલ : આ અગાઉ સંકેત સરગરે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. સંકેતે શાનદાર પ્રદર્શન કર્યું અને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સંકેતે 55 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈલેવનમાં આ સિદ્ધિ મેળવી હતી. સંકેતે સ્નેચમાં 113 કિલો વજન ઉપાડ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 135 કિલો વજન ઉપાડ્યું હતું. આ ઈવેન્ટમાં મલેશિયાના બિન કાસદાન મોહમ્મદે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે ક્લીન એન્ડ જર્કમાં 142 કિલો વજન ઉપાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details