બર્મિંઘમ: ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયા (RAVI DAHIYA WON GOLD MEDAL)એ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો આ પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો (INDIA GOT 10TH GOLD IN BIRMINGHAM) ગોલ્ડ છે. આ સાથે જ આ રમતમાં કુલ મેડલની સંખ્યા આઠ થઈ ગઈ છે. રવિએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પછી તે ગોલ્ડ ચૂકી ગયો, પરંતુ આ વખતે તેણે કોઈ ભૂલ કરી નહીં. રવિ પહેલા દીપક પુનિયા, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક બર્મિંગહામમાં કુસ્તીમાં ગોલ્ડ જીતી ચૂક્યા છે.
આ પણ વાંચો: CWG 2022 : ભારતીય મહિલા ટીમેં ફાઇનલમાં બનાવી જગ્યા
ભારતના નામે કેટલા મેડલ