ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uniform Civil Code draft : ઉત્તરાખંડ યુસીસી અમલ કરનાર પ્રથમ રાજ્ય બની શકે છે, યુસીસી કમિટીએ રીપોર્ટ સોપ્યો - મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી

સમાન નાગરિક સંહિતા - યુસીસી ડ્રાફ્ટને લઇને મોટી ખબર આવી રહી છે. ઉત્તરાખંડમાં જલદી જ સમાન નાગરિક સંહિતા કાનૂન પર સરકારની મહોર લાગી શકે છે. યુસીસી કમિટી ઉત્તરાખંડ દ્વારા મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ એકાદ બે દિવસમાં સોંપી શકે છે.

Uniform Civil Code draft : ઉત્તરાખંડ યુસીસી અમલ કરનાર પ્રથમ રાજ્ય બની શકે છે, યુસીસી કમિટીએ રીપોર્ટ સોપ્યો
Uniform Civil Code draft : ઉત્તરાખંડ યુસીસી અમલ કરનાર પ્રથમ રાજ્ય બની શકે છે, યુસીસી કમિટીએ રીપોર્ટ સોપ્યો

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 4:27 PM IST

દહેરાદૂન: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા યાની UCC ( યુનિફોર્મ સિવિલ કોડ ) કાયદો બનાવવાની તૈયારીમાં છે. સમાન નાગરિક સંહિતા માટે ગઠિતની કમિટીએ તેમનો ડ્રાફ્ટ રીપોર્ટ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને સોંપ્યો છે. ધામી સરકાર આ રીપોર્ટ સ્વીકારવા પર વિચાર કરી શકે છે. આશા છે કે દીવાળી કે પછી ધામી સરકારના ખાસ સત્ર બોલાવીને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા બિલને રજૂ કરવા માટે કાયદો બનાવી શકે છે. જો તે હોય તો ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે, જે સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરશે.

સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ: વાસ્તવમાં ઉત્તરાખંડની પુષ્કરસિંહ ધામીની સરકારને સમાન નાગરિક સંહિતા યુસીસીને લઇ રીટાયર્ડ જજ રંજના પ્રકાશ ગોસાઇના નેતૃત્વમાં એક કમિટી બનાવી હતી. આ કમિટીએ લાંબો વિચાર વિમર્શ કરી નાગરિકોના અભિપ્રાય લીધા બાદ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે રીપોર્ટ કમિટી દ્વારા મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને સોંપવાની તૈયારી છે.

ડ્રાફ્ટમાં સૂચનો: આ ડ્રાફ્ટમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવા જેવી બાબતો અંગે સૂચનો આપવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર છૂટાછેડા હવે માત્ર કોર્ટ દ્વારા જ માન્ય રહેશે. હવે દીકરીને પણ તેના માતાપિતાની મિલકતમાં સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે. પરિણીત દીકરી પણ તેનો હક્ક લઈ શકે છે. સાથે જ લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

દીવાળી બાદ બિલ પસાર થઇ શકે:જો બધું સમુસૂતરું રહ્યું તો માનવામાં આવી રહ્યું છે કે દીવાળી બાદ ધામી સરકાર ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી યુનિફોર્મ સિવિલ કોડ અને ઉત્તરાખંડ રાજ્ય આંદોલનકારી ક્ષૈત્રિય આરક્ષણ બિલ પસાર કરી શકે છે.

  1. સમાન નાગરિક સંહિતાનો કાયદો ઘડવો જોઈએ: ભાજપના સાંસદ હરનાથ સિંહ
  2. યુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ

ABOUT THE AUTHOR

...view details