ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 11:48 AM IST

ETV Bharat / bharat

Madurai train Accident: કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી પેસેન્જર કોચમાં લાગેલી આગની કાયદાકીય તપાસ કરશે

દક્ષિણ રેલવેએ મદુરાઈ રેલવે સ્ટેશન પર પેસેન્જર કોચમાં આગ લાગવાની ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનરને સોંપી છે. કમિશનર આજથી જ આ મામલે તપાસ શરૂ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Commissioner of Railway Safety will conduct a statutory inquiry into the fire in the passenger coach at madurai railway station
Commissioner of Railway Safety will conduct a statutory inquiry into the fire in the passenger coach at madurai railway station

મદુરાઈ:શનિવારે વહેલી સવારે તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર પાર્ક કરાયેલા રેલવે પેસેન્જર કોચમાં આગ લાગતાં રામેશ્વરમ જઈ રહેલા ઓછામાં ઓછા નવ તીર્થયાત્રીઓના મોત થયા હતા. હવે રેલવેએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલ સંરક્ષણ ભવન, સધર્ન સર્કલ, બેંગ્લોરના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરાયેલા પત્રમાં આ માહિતી આપવામાં આવી છે.

કાયદાકીય તપાસ:પત્રમાં જણાવાયું છે કે, બેંગલુરુના દક્ષિણી વર્તુળના રેલ્વે સુરક્ષા કમિશનર એ.એમ. ચૌધરીએ સવારે લગભગ 5.15 વાગ્યે મદુરાઈ રેલવે સ્ટેશન યાર્ડમાં IRCTC ટુરિસ્ટ કોચ (NE Railway - NE - CN 113210)માં આગ લાગવાની ઘટના અંગે કાયદાકીય તપાસ હાથ ધરી છે. 26 ઓગસ્ટે તપાસ કરશે.

કર્મચારીઓની પૂછપરછ:પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે તપાસ આજે સવારે 9.30 વાગ્યાથી ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસ પરિસર, મદુરાઈમાં શરૂ થશે. આ અંગે ડીઆરએમના કોન્ફરન્સ હોલમાં સંબંધિત અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ સામાન્ય માણસને આ ઘટના વિશે કોઈ માહિતી હોય, જો કોઈની પાસે આ ઘટના સંબંધિત પુરાવા હોય તો તે DRM, ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ કૉમ્પ્લેક્સ, મદુરાઈના કૉન્ફરન્સ હૉલમાં આવીને કહી શકે છે અથવા રેલવે સેફ્ટી કમિશનરને પત્ર અથવા ઈમેલ દ્વારા પણ માહિતી આપી શકે છે.

મૃતકોની ઓળખ:દક્ષિણ રેલવે, પોલીસ અને મદુરાઈ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં માર્યા ગયેલા નવ લોકોની ઓળખ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને એક કરતા વધુ પડકારોનો સામનો કરવો પડ્યો. સૌથી મોટી વાત એ હતી કે તમામ નવ મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી ન હતી. વધુમાં, અહીંના સત્તાવાળાઓને બચી ગયેલા લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડી હતી કારણ કે ભાષા મુખ્ય અવરોધ બની રહી હતી.

મેડિકલ કેમ્પનું પણ આયોજન:કલેક્ટર એમ.એસ.સંગિતાએ આ કામ કોર્પોરેટર વી.જે.પ્રવીણકુમારને સોંપ્યું હતું. પ્રવીણ કુમાર હિન્દી જાણતા હતા. આ સાથે, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી પલાનીવેલ થિયાગા રાજને મદુરાઈના મેયર ઈન્દ્રાણી પોનવાસંત અને કોર્પોરેશનના અધિકારીઓની પીડિતોને ખોરાક અને કપડા સહિતની તમામ સહાય પૂરી પાડવા માટે ઝડપી કાર્યવાહી કરવા બદલ પ્રશંસા કરી હતી. બચી ગયેલા લોકોની તપાસ માટે સ્ટેશન પર મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

  1. Madurai Train Fire Accident: મદુરાઈ પેસેન્જર ટ્રેનમાં આગ કેવી રીતે લાગી ? પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું ભયાનક દ્રશ્ય
  2. Madurai Train Fire Accident: સીતાપુરના ઘાયલ પ્રવાસીએ જણાવી ચોંકાવનારી માહિતી, આગગ્રસ્ત રેલવે કોચને તાળુ માર્યુ હતું, ચાવી સમયસર ન મળી

ABOUT THE AUTHOR

...view details