મોરબી: ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ જે તૂટી પડતા 132 લોકોના મોત થયા હતા તે ખાનગી પેઢી દ્વારા સાત મહિનાના સમારકામના કામ પછી માત્ર પાંચ દિવસ પહેલા જ જનતા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો, (morbi suspension bridge lacked fitness certificate )પરંતુ પાલિકાનું "ફિટનેસ સર્ટિફિકેટ" મળ્યું ન હતું. રાજ્યની રાજધાની ગાંધીનગરથી આશરે 300 કિમી દૂર આવેલા મોરબી શહેરમાં એક સદી કરતાં પણ વધુ જૂનો પુલ રવિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ લોકોથી ભરાઈ જતાં ધરાશાયી થઈ ગયો હતો.
ઓપરેશન અને મેઇન્ટેનન્સ:મોરબી પાલિકાના ચીફ ઓફિસર ડૉ. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું, "ઓરેવા કંપનીને આ બ્રિજ 15 વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે આપવામાં આવ્યો હતો. આ વર્ષે માર્ચમાં તેને રિનોવેશન માટે લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. 26 ઓક્ટોબરે ઉજવાયેલા ગુજરાતી નવા વર્ષના દિવસે રિનોવેશન બાદ તેને ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો,"