ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયા સામે યુદ્ધ લડવા તામિલનાડુનો યુવાન, યુક્રેન સેનામાં જોડાયો - નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટી

21 વર્ષીય યુવાન, 2018થી યુક્રેનમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં(National Aerospace University) એન્જિરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો.

રશિયા સામે યુદ્ધ લડવા તામિલનાડુનો યુવાન, યુક્રેન સેનામાં જોડાયો
રશિયા સામે યુદ્ધ લડવા તામિલનાડુનો યુવાન, યુક્રેન સેનામાં જોડાયો

By

Published : Mar 8, 2022, 8:55 PM IST

ચેન્નાઈ: રશિયાનો યુક્રેન(Russia-Ukraine war) પર હુમલો સતત 13 દિવસથી ચાલુ છે ત્યારે ભારતના તામિલનાડુનો એક યુવાન રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનની સેનામાં(Army of Ukraine) જોડાયો છે. સાંઈ નિકેશ 21 વર્ષનો છે, જે કોયમ્બાંતુરનો રહેવાસી છે. તે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો છે.

સાંઈ નિકેશે તેના માતા-પિતાને યુક્રેન સેનામાં જોડાયો હોવાનું જણાવ્યું

2018માં સાંઈ નિકેશ યુક્રેન ગયો હતો. તેણે ખારકીવમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં(National Aerospace University) પ્રવેશ મેળવ્યો હતો. તેનો અભ્યાસ 2022 જુલાઈમાં પૂર્ણ થવાનો હતો. પરંતુ રશિયાના યુદ્ધના કારણે ઘરવાળાનો સાંઈ નિકેશથી સંપર્ક તુટી ગયો હતો. તેથી પરિવારજનોએ દૂતાવાસની મદદ માંગી તો દિકરા સાથે સંપર્ક કરી શક્યા હતા. સાંઈ નિકેશે તેના માતા-પિતાને યુક્રેન સેનામાં જોડાયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:યુક્રેન-રશિયા વાતચીતનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત, માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે ચર્ચા

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને વિશ્વના તમામ દેશોનું સમર્થન

મળતી માહિતી મુજબ, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને વિશ્વના તમામ દેશોનું સમર્થન મળી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેને નવા યુનિટ International Legion (ઈન્ટરનેશનલ આર્મી) રચવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે રશિયાનો સામનો કરવા માટે અન્ય દેશોના લોકો જોડાઈ રહ્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, અમને વિદેશી નાગરિકો તરફથી હજારો અરજીઓ મળી રહી છે. જેઓ રશિયાનો સામનો કરવા અને વિશ્વનું રક્ષણ કરવા અમારી સાથે આવવા માંગે છે.

આ પણ વાંચો:PM Modi to Speak Putin: PM મોદીએ પુતિન સાથે કરી વાત કહ્યુ, ઝેલેન્સકી સાથે સીધી વાતચીતનું કર્યું સૂચન

યુક્રેનિયન આર્મીના નવા યુનિટમાં ઘણા દેશોના યુવકો જોડાયા

કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેનની આર્મીના નવા યુનિટમાં ઘણા દેશોના યુવકો જોડાયા છે. યુક્રેનની સેનાના જણાવ્યાં મુજબ અમેરિકા, યુકે, સ્વીડન, લિથુઆનિયા, મેક્સિકો અને ભારતના યુવાનો આ યુનિટમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details