ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2024માં મુખ્ય પક્ષ તરીકે Congress સાથેની ગઠબંધન સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે: સંજય રાઉત ઉવાચ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ( Shivsena MP Sanjay Raut ) ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે 2024માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે, જેમાં કોંગ્રેસ ( Congress ) પાર્ટી મુખ્ય પક્ષ હશે. વાંચો સમાચાર વિગતવાર.

2024માં મુખ્ય પક્ષ તરીકે Congress સાથેની ગઠબંધન સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે: સંજય રાઉત ઉવાચ
2024માં મુખ્ય પક્ષ તરીકે Congress સાથેની ગઠબંધન સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે: સંજય રાઉત ઉવાચ

By

Published : Oct 30, 2021, 7:54 PM IST

  • શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
  • 2024માં કોંગ્રેસ સાથેની ગઠબંધન સરકાર સત્તામાં આવશે
  • નાનો પક્ષ હોવા છતાં પણ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે શિવસેના

પૂણે: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ( BJP ) પર કટાક્ષ કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે ( Shivsena MP Sanjay Raut ) કહ્યું કે 2024માં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર આવશે જેમાં કોંગ્રેસ ( Congress ) મુખ્ય પક્ષ હશે. પૂણે પ્રેસ ક્લબ દ્વારા આયોજિત જે.એસ. કરંદીકર મેમોરિયલ લેક્ચર આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, "કોંગ્રેસ વિના કોઈ સરકાર બનાવી શકાતી નથી, જે દેશની મુખ્ય અને ઊંડા મૂળવાળી પાર્ટી છે." કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ પણ છે. અન્ય પક્ષો પ્રાદેશિક છે.

ભાજપ વિરોધ પક્ષ બની જશે

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના નિવેદન વિશે પૂછવામાં આવ્યું કે ભાજપ ( BJP ) ઘણા દાયકાઓ સુધી સત્તામાં છે, તો રાઉતે ( Shivsena MP Sanjay Raut ) કહ્યું કે ભાજપ ભારતીય રાજકારણમાં રહેશે, પરંતુ એક વિરોધ પક્ષ તરીકે. તેમણે કહ્યું, 'ભાજપ દાવો કરે છે કે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જો વિશ્વની સૌથી મોટી પાર્ટી ચૂંટણી હારી જશે તો તે વિરોધ પક્ષ બની જશે. ઉદાહરણ તરીકે જોઇએ તો મહારાષ્ટ્રમાં ભાજપ 105 ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે.

યુપી ચૂંટણીઓ લડીશુંઃ રાઉત

જ્યારે ભાજપશાસિત ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંજય રાઉતે ( Shivsena MP Sanjay Raut ) કહ્યું કે, “હાલમાં અમારું ધ્યાન દાદરા નગર હવેલી અને ગોવા પર છે. હવે ઉત્તરપ્રદેશની ચૂંટણીનો સમય આવી ગયો છે. અમે ઉત્તરપ્રદેશમાં નાની પાર્ટી છીએ, પરંતુ ચૂંટણી લડીશું.

મીડિયાને પડકારો વિશે બોલ્યાં રાઉત

આ અગાઉ પ્રવચન આપતી વખતે રાઉતે ( Shivsena MP Sanjay Raut ) મીડિયા દ્વારા સામનો કરવામાં આવતા ઘણા પડકારોની રૂપરેખા આપી હતી. તેમણે દાવો કર્યો કે, 'છેલ્લા બે વર્ષથી શાસક પક્ષ કોરોના મહામારીને ટાંકીને મીડિયાને સંસદના સેન્ટ્રલ હોલમાં પ્રવેશવા દેતો નથી. પરંતુ પ્રવેશ પર પ્રતિબંધનું મુખ્ય કારણ એ છે કે જો પત્રકારોને પ્રધાનો સાથે વાતચીત કરવાની તક આપવામાં આવે તો ઘણી બાબતો સામે આવી શકે છે. પ્રધાનોને પત્રકારોથી અંતર રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઇમરજન્સીમાં મીડિયા જેટલું રોકવામાં નહોતું આવ્યું એટલું આજે રોકવામાં આવી રહ્યું છે.

ભાજપે મીડિયા સંસ્થાઓ પર નિયંત્રણ મેળવ્યુંઃ રાઉત

રાઉતે ( Shivsena MP Sanjay Raut ) આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર માત્ર તેના તરફી સમાચાર ઇચ્છે છે. એક અખબારે ગંગા નદીમાં તરતી લાશો અંગે સમાચાર પ્રકાશિત કર્યા, ત્યારબાદ આવકવેરા વિભાગે તેની ઓફિસ પર દરોડા પાડ્યાં. રાઉતે આક્ષેપ કર્યો હતો કે જે ઉદ્યોગો બિઝનેસ કરવા માટે લાઇસન્સ ઇચ્છતાં હતા તેમને મીડિયા સંસ્થાઓમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું જેથી સરકાર મીડિયા ( Media ) પર નિયંત્રણ રાખી શકે.'

શિવસેનાના રાજ્યસભાના સભ્યે આરોપ લગાવ્યો કે, “ટોચના 10 ઉદ્યોગપતિઓએ મીડિયા સંસ્થાઓ ખરીદી લીધી છે. આની પાછળ સરકારનો હાથ છે.

આ પણ વાંચોઃ DNH લોકસભાની પેટા ચૂંટણી બાબતે શિવસેનાના કાર્યકર્તાની ધરપકડ, સંજય રાઉત સહિતના નેતાઓની સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત

આ પણ વાંચોઃ DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર

(પીટીઆઈ-ભાષા)

ABOUT THE AUTHOR

...view details