- પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાના ઘરે CBI પહોંચી
- 27 નવેમ્બર 2020ના રોજ CBIએ કોલસા કૌભાંડ સંબંધિત મુદ્દા પર FIR નોંધી હતી
- કોલસાની દાણચોરીના કેસમાં CBIની તપાસથી ટીએમસી ઉશ્કેરાયું
કોલકાતા:CBIની ટીમ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. CBI અધિકારી અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરશે. એએસપી ઉમેશ કુમારની આગેવાની હેઠળ CBIના 6 અધિકારીઓ રુજીરાની પૂછપરછ કરશે. CBIએ ગઈકાલે અભિષેકની પત્ની રૂજીરાની બહેન મેનકા માણેકાની લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાસેથી બેંક એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ CBIએ કોલસા કૌભાંડ સંબંધિત મુદ્દા પર FIR નોંધી હતી. તે પછી, CBIની ટીમે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ દરમિયાન અભિષેક બેનર્જીની પત્નીનું નામ પણ સામે આવ્યું છે.