કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના કોલસા કૌભાંડમાં SBIની (Coal Smuggling Case Kolkata) સાથે જ તપાસ કરી રહેલી એજન્સી ED રુજીરાની પૂછપરછ કરશે. જે તૃણમુલ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચીવ અને સાંસદ અભિષેક બેનર્જીની પત્ની (Coal Scam Rujira banerjee) છે. EDના અધિકારીઓ પાસે પહેલાથી જ કોલસાની દાણચોરી મામલે રૂપિયા 13 કરોડની લેવડદેવડના (Settlement of 13 Crore) ચોક્કસ વાવડ હતા. EDના અધિકારીઓએ રુજીરાને નોટીસ (ED Notice to Rujira) મોકલી હતી. જેમાં જવાબ દેવા માટેની તારીખ અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કરણી સેનાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - નુપૂર શર્માને કંઈ થયું તો....
કેન્દ્રીય એજન્સીનો રીપોર્ટ: કેન્દ્રીય એજન્સીએ જણાવ્યા અનુસાર કેટલાક લોકોના બેંક ખાતામાં લાભ ખાટવા હેતું ચોક્કસ રકમ જમા કરી દેવામાં આવી હતી. હવાલાના માધ્યમથી બેંક ખાતામાં પૈસા જમા કરાવી દેવમાં આવ્યા હતા. રુજીરાના જવાબ બાદ EDના અધિકારીઓએ આગળની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. આ કેસમાં ED આ પહેલા પણ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી ચૂકી છે. જે માટે એમને નવી દિલ્હી બોલાવાયા હતા. દિલ્હીની એક એજન્સીના કાર્યાલયમાં એ પૂછપરછ થઈ હતી.