ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં કોલસાની તંગી, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોલ ઇન્ડિયા નહીં કરે ઈ-નીલામી

CILની સહયોગી કંપની સાઉથ ઈસ્ટર્ન કોલફીડ્લ્ડ્સ લમિટેડ (South Eastern Coalfields ltd) દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે નોન-પાવર ક્ષેત્ર (Non-power field)ના એકમોને કોલસાનો પુરવઠો આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવે છે. કોલ ઇન્ડિયા લિમિટેડે એમ પણ કહ્યું છે કે, તેણે પાવર સેક્ટર સિવાય તમામ ક્ષેત્રો માટે કોલસાની ઓનલાઇન હરાજી અસ્થાયી રીતે બંધ કરી દીધી છે.

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોલ ઇન્ડિયા નહીં કરે ઈ-નીલામી
સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોલ ઇન્ડિયા નહીં કરે ઈ-નીલામી

By

Published : Oct 15, 2021, 2:59 PM IST

  • CILએ પોતાની સહાયક કંપનીઓને કોલસાની ઈ-નીલામી કરવાની કહી ના
  • બિન ઉર્જા ક્ષેત્રના એકમોને કોલસાનો પુરવઠો આગામી સૂચના સુધી સ્થગિત
  • કોલસાની તંગીના કારણે લેવામાં આવ્યો નિર્ણય

નવી દિલ્હી: દેશમાં કોલસાની તંગીના કારણે વીજળી ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. આ ક્રમમાં કોલસા ઉત્પાદક કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)એ સ્થિતિ સામાન્ય થવા સુધી પોતાની સહાયક કંપનીઓને કોલસાની ઈ-નીલામી (E-auction) કરવાની ના કહી દીધી છે. CILની સહયોગી કંપની સાઉથ ઈસ્ટર્ન કોલફીડ્લ્ડ્સ લમિટેડ (South Eastern Coalfields ltd) દ્વારા હાલમાં લખવામાં આવેલા પત્રમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.

કોલસાની ઑનલાઇન નીલામી અસ્થાયી રીતે રોકવામાં આવી

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, બિન ઉર્જા ક્ષેત્રના એકમોને કોલસાનો પુરવઠો આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવે છે. કોલ ઇન્ડિયા લિમિટેડે પણ કહ્યું છે કે, તેણે ઊર્જા ક્ષેત્રને છોડીને અન્ય તમામ ક્ષેત્રો માટે કોલસાની ઑનલાઇન નીલામી અસ્થાયી રીતે રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે વીજળીના સંકટને દૂર કરવા માટે કોલસાના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થિતિને જોતા કોલસા કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખાસ પરિસ્થિતિઓ સિવાય કોલસાની ઈ-નીલામી કરવાથી બચે.

છેલ્લા 4 દિવસથી CIL રોજનો 16.1 લાખ ટન કોલસો આપે છે

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કંપની કોલસાનું ઉત્પાદન પણ વધારી રહી છે. છેલ્લા 4 દિવસથી CILથી વીજળી કંપનીઓને દરરોજ 16.1 લાખ ટન કોલસાનો પુરવઠો મળી રહ્યો છે. એકવાર સ્થિતિ સુધર્યા બાદ બીજા ક્ષેત્રોને નિયમિત કોલસો મળવા લાગશે. આ મામલે કોલ ઇન્ડિયાએ નિવેદન જાહેર કરતા કહ્યું છે કે રાષ્ટ્ર હિતમાં પાવર પ્લાન્ટ્સમાં ઓછા કોલસા સ્ટોરની સ્થિતિને પહોંચી વળવા અને તેનો પુરવઠો વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલ ઇન્ડિયાએ કહ્યું કે, આ માત્ર અસ્થાયી પ્રાથમિકતા છે. આનો અર્થ એ નથી કે ઈ-નીલામી રોકવી.

કોલસાની માંગમાં 10 ટકાનો વધારો

કંપનીએ આગળ કહ્યું કે, ચાલું નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બિન-ઉર્જા ક્ષેત્રમાં લગભગ 62 લાખ ટન કોલસાની માંગ હતી, જે ગત વર્ષના આ જ સમયગાળાથી લગભગ 10 ટકા વધારે છે. વીજળી કંપનીઓએ બુધવારના 20 લાખ ટન કોલસાનો પુરવઠો પુરો પાડવામાં આવ્યો હતો. આમાં કોલ ઇન્ડિયા લિમિટેડની સર્વાધિક ભાગેદારી હતી. ભારત દુનિયામાં બીજો સૌથી વધારે કોલસા ઉત્પાદક દેશ છે.

આ પણ વાંચો: દિલ્હી માથે તોળાતું વીજ સંકટ, જાણો કેજરીવાલ સરકાર અને કેન્દ્રએ અલગ-અલગ દાવાઓ કરતા શું કહ્યું

આ પણ વાંચો: દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર નિર્ભર, સત્યેન્દ્ર જૈને કોલસાની તંગી પર ઉઠાવ્યા પ્રશ્ન

ABOUT THE AUTHOR

...view details