ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં કાઢવામાં આવ્યો 10 લાખ ટન કોલસો

કોલ ઈન્ડિયા આર્મ્સ મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) અને નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL)એ સંયુક્ત રીતે 10 લાખ ટનથી વધુ કોલસો (More Than 1 Million Tons of Coal) કાઢીને ઈતિહાસ રચ્યો છે. કોલસા પ્રધાને (Coal Minister) ટ્વીટ કરીને કોલ ઈન્ડિયાના MDને અભિનંદન પાઠવ્યા છે.

કોલ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં નીકાળ્યો 10 લાખ ટન કોલસો
કોલ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં નીકાળ્યો 10 લાખ ટન કોલસો

By

Published : Oct 29, 2021, 8:14 PM IST

  • કોલ ઈન્ડિયાએ મોટી સિદ્ધિ મેળવી
  • એક જ દિવસમાં 10 લાખ ટનથી વધુ કોલસો કાઢવાનો રેકોર્ડ બનાવ્યો
  • કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી: કોલસાની અછત (Lack of Coal)નો સામનો કરી રહેલા થર્મલ પાવર પ્લાન્ટ્સ (Thermal Power Plants)માં કોલ ઈન્ડિયા (Coal India)એ મોટી સિદ્ધિ મેળવી છે. મહાનદી અને નોર્ધન કોલ ફિલ્ડ્સમાંથી એક જ દિવસમાં 1 મિલિયન ટનથી વધુ કોલસો કાઢવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

કોલસા પ્રધાને આપ્યા અભિનંદન

કોલસા પ્રધાન પ્રહલાદ જોશી (Coal Minister Pralhad Joshi)એ ટ્વીટ કરીને કહ્યું કે, 'એક જ દિવસમાં 10 લાખ ટનથી વધુ કોલસો મોકલવા બદલ મહાનદી કોલ અને @NCLSINGRAULIને અભિનંદન. આ સિદ્ધિ માટે CMD પી.કે. સિન્હા અને બંને કોલસા કંપનીઓના ડિરેક્ટરોને અભિનંદન.'

MCL અને NCLની કામગીરી ઊર્જા સુરક્ષા માટે નિર્ણાયક

જોશી અને કોલસા રાજ્ય પ્રધાન રાવસાહેબ પાટીલ દાનવેએ NCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રભાત કુમાર સિન્હાને CMD MCLના વધારાનો હવાલો અને તેમની ત્રીજી અને અંતિમ મુલાકાત દરમિયાન ભુવનેશ્વરમાં બંને કંપનીઓના કાર્યકારી નિર્દેશકોનું પણ સન્માન કર્યું. કહ્યું કે, MCL અને NCLની કામગીરી રાષ્ટ્રની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે કારણ કે બંને કંપનીઓ મળીને કુલ કોલસાના ઉત્પાદનમાં અને મૂળ કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)નો 50 ટકા હિસ્સો ધરાવે છે.

આ વર્ષે 147.01 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન

MCLનું મુખ્યાલય ઓરિસ્સાના સંબલપુરમાં છે, જ્યારે NCLનું મુખ્યાલય મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લામાં છે. બંને કંપનીઓએ ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સંયુક્ત રીતે 147.01 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે અને 163.5 મેટ્રિક ટન સુકૂ-ઈંધણ મોકલ્યું છે. જોશી અને દાનવેએ કેન્દ્રીય ખાણ મંત્રાલય અને ઓરિસ્સાના અધિકારીઓની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. @MinesMinIndia અને ઓરિસ્સાના @ofminesના અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી. રાજ્યમાં ખનીજ બ્લોકોની હરાજીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

કોલસાનો 5 દિવસનો સ્ટોક ઉપલબ્ધ

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)ના અહેવાલ મુજબ, 26 ઓક્ટોબર 2021ના રોજ પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાનો સ્ટોક 9.028 મિલિયન ટન (MT) હતો. છેલ્લા 9 દિવસથી કોલસાના સ્ટોકમાં દૈનિક વધારા સાથે 5 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: આર્યન ખાનને વધુ એક રાત જેલમાં કાઢવી પડશે, જાણો આ છે કારણ...

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી

ABOUT THE AUTHOR

...view details