ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CNG ફરી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો, 6 દિવસમાં બીજી વખત ભાવ વધારો

CNGના ભાવમાં વધારાની અસર ટેક્સી અને કેબ સર્વિસ પર ઘણી જોવા મળી (CNG RATE INDIA INCREASES) રહી છે. જ્યારથી CNGના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે ત્યારથી ઓલા-ઉબેરની રાઈડ પણ ઘણી મોંઘી થઈ (cng rate in india) ગઈ છે. આલમ એ છે કે થોડા દિવસો પહેલા સુધી ટેક્સી ચાલકો હડતાળ પર હતા.

CNG ફરી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો, 6 દિવસમાં બીજી વખત ભાવ વધારો
CNG ફરી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો, 6 દિવસમાં બીજી વખત ભાવ વધારો

By

Published : May 21, 2022, 11:49 AM IST

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીનો દોર જારી રહ્યો છે. ફરી એકવાર CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો (CNG RATE INDIA INCREASES) છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં (cng rate in india) આવ્યો છે.

આ પણ વાંચો:Road Rage Case: સિદ્ધુ હવે એક વર્ષ સુધી નહીં જોઈ શકે બહારની દુનિયા, પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર

CNGના ભાવમાં મોટો વધારો:વધેલા ભાવ બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો થઈ (cng price hike) ગઈ છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGનો દર 78.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં પણ CNGના ભાવમાં મોટો વધારો થયો છે, ત્યાં તેનો રેટ વધીને 83.94 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

CNGના ભાવ આસમાને: CNGના ભાવમાં વધારાની અસર ટેક્સી અને કેબ સર્વિસ પર ઘણી જોવા મળી રહી છે. જ્યારથી CNGના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે ત્યારથી ઓલા-ઉબેરની રાઈડ પણ ઘણી મોંઘી થઈ ગઈ છે. આલમ એ છે કે થોડા દિવસો પહેલા સુધી ટેક્સી ચાલકો હડતાળ પર હતા. ક્યાં તો CNGના ભાવ ઘટાડવાની અપીલ કરવામાં આવી રહી હતી અથવા તેના દર વધારવાની માંગ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર જ્યારે CNGના ભાવમાં વધારો થયો છે ત્યારે તેની સીધી અસર ટેક્સી અને અન્ય કેબ સર્વિસ વાહનો પર થવાની છે.

આ પણ વાંચો:આગ્રામાં રક્ષાપ્રધાનના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અધિકારીઓમાં ગભરાટનો માહોલ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો:જો કે, CNG સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા ચાલી રહી છે. તેવી જ રીતે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક લિટર પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ચેન્નાઈની વાત કરીએ તો, અહીં પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા અને ડીઝલની કિંમત 100.94 રૂપિયા છે.

ABOUT THE AUTHOR

...view details