નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે CNG-PNGની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. નોંધપાત્ર વાત એ છે કે ઘરેલું ગેસની કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં ફેરફાર શનિવારથી અમલમાં આવશે. આ નિર્ણયના દેશમાં PNG અને CNGના ભાવમાં ઘટાડો થશે. વડાપ્રધાન મોદીએ સીએનજી અને પીએનજીના ભાવમાં રાહત આપવાના નવા ફોર્મ્યુલાનું સ્વાગત કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટને શેર કરતા પીએમ મોદીએ લખ્યું છે કે કેબિનેટ દ્વારા ઘરેલુ ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાની સમીક્ષા અંગે લેવાયેલા નિર્ણયથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. આ ક્ષેત્ર માટે આ એક સકારાત્મક પગલું છે.
Asia's Richest Man: મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અદાણી વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને
LPGની કિંમતો પર પણ ટોચમર્યાદા: CNG-PNGની કિંમતો 10 ટકા સસ્તી થશે. નવી ફોર્મ્યુલા હેઠળ, CNG અને પાઇપ દ્વારા સપ્લાય કરાયેલ LPGની કિંમતો પર પણ ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10 ટકા હશે. આ નિર્ણય બાદ દિલ્હીમાં CNGની કિંમત 79.56 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 73.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમત 53.59 રૂપિયા પ્રતિ હજાર ક્યુબિક મીટરથી ઘટીને 47.59 રૂપિયા પ્રતિ હજાર ક્યુબિક મીટર થઈ જશે.