અયોધ્યાઃબુધવારથી ગર્ભગૃહનું નિર્માણ શરૂ થઈ ગયું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે ગર્ભગૃહના (Construction Sanctum Sanctorum Of Ram Temple Started) નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું હતું. આ સાથે 29 મેથી શરૂ થયેલ સર્વદેવ અનુષ્ઠાનનું સમાપન થયું. હવે સીએમ યોગીએ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે દ્રવિડિયન શૈલીમાં બનેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
CM યોગી આદિત્યનાથ અયોધ્યામાં ગર્ભગૃહનો પહેલો કર્યો શિલારોપણ શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે :રામનગરીમાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિરની તરફેણમાં નિર્ણય આવ્યો અને 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો અને ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં અત્યાર સુધીમાં પ્લીન્થ (ખુરશી)નું કામ પૂર્ણ થયું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો અને પૂજા કરી હતી.
આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીર સરકારે માંગી કાશ્મીરમાં તૈનાત જમ્મુના રહેવાસીઓની યાદી
સૌથી પહેલા રામર્ચની પૂજા કરવામાં આવશે :શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, આજે સૌથી પહેલા રામર્ચની પૂજા કરવામાં આવશે, જે અયોધ્યાની વિશેષતા માનવામાં આવે છે. આ પછી દુર્ગા સપ્તશતી, ભગવાન શંકરનો રુદ્રાભિષેક, રામ રક્ષા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડ અલગ-અલગ સમયે 2 દિવસ ચાલશે. આ વિધિ સવારે 3 કલાક અને સાંજે 3 કલાક સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો:એશિયન બોડી બિલ્ડિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરે છે આ 72 વર્ષના વૃદ્ધ, જુઓ વીડિયો
પૂજામાં અયોધ્યાના 90 સંતો અને મહાપુરુષોને આમંત્રણ આપ્યું :ચંપત રાયે જણાવ્યું હતું કે, 1 જૂનના રોજ સવારે 9:00 કલાકે પત્થરો લગાવવાનું કામ શરૂ થશે. પૂજામાં અયોધ્યાના 90 સંતો અને મહાપુરુષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં ગર્ભગૃહ જેટલો અંતરે બાંધવાનો છે તેટલા જ અંતરે પ્લીન્થનું કામ કરવામાં આવ્યું છે. મંદિરનું ગર્ભગૃહ 20x20નું બનશે. ગર્ભગૃહની દિવાલો 6 ફૂટ જાડી હશે. ગર્ભગૃહમાં પથ્થરોની કોતરણીનું કામ પણ તેજ ગતિએ થઈ રહ્યું છે. રામજન્મભૂમિના વર્કશોપમાં કોતરણીનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે 1990થી શ્રી રામ જન્મભૂમિની વર્કશોપમાં રાખવામાં આવેલા પથ્થરનો પણ ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. આ પથ્થરો વહેલી તકે રામજન્મભૂમિના પરિસરમાં પહોંચી જશે, જેથી મંદિરના નિર્માણ કાર્યને ઝડપી બનાવી શકાય.