ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીનો કોરોના રિપોર્ટ નેગેટિવ - uttar pradesh news

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

યોગી આદિત્યનાથ 14 એપ્રિલે થયા કોરોના પોઝિટિવ
યોગી આદિત્યનાથ 14 એપ્રિલે થયા કોરોના પોઝિટિવ

By

Published : Apr 30, 2021, 10:33 AM IST

  • યોગી આદિત્યનાથ 14 એપ્રિલે થયા કોરોના પોઝિટિવ
  • 30 એપ્રિલના રોજ આદિત્યનાથ સંપૂર્ણ સ્વસ્થ થયા
  • યોગીએ ટ્વિટ કરીને લોકોને આપી માહિતી

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

યોગીએ ટ્વિટ કરીને લોકોને આપી માહિતી

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના લખનઉમાં કરાયું ડિફેન્સ એક્સપો-2020નું આયોજન

હું કોરોના નેગેટિવ થઈ ગયો છું: યોગી

મુખ્યપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, હવે આપ સૌની શુભેચ્છાઓ અને ડોક્ટરોની સંભાળને કારણે હું કોરોના નેગેટિવ થઈ ગયો છું. તમારા દ્વારા મને આપવામાં આવેલા તમામ સહકાર અને શુભેચ્છાઓ બદલ આભાર.

આ પણ વાંચો: યુપીના CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી

14 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી સંક્રમિત લાગ્યાં હતાં

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 14 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી સંક્રમિત લાગ્યાં હતાં. આ અંગે તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી. યોગીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'પ્રારંભિક લક્ષણો જોઈને કોવિડની તપાસ કરાવી લીધી અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઈસોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહથી ચાલું છું. હું વર્ચ્યુઅલ રૂપે તમામ કાર્યનું સંપાદન કરી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details