ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM યોગીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર PM મોદી સાથે 62 VVIP નો સમાવેશ - ન્યૂ ઈન્ડિયાનું નવું ઉત્તર પ્રદેશ

મુખ્યપ્રધાન યોગીના શપથ ગ્રહણ સમારોહમાં (cm yogi swearing ceremony) ભાવિ પ્રધાનો માટે લગભગ 50 ખુરશીઓ રાખવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે, મુખ્યપ્રધાન યોગીની કેબિનેટ (CM Yogi Cabinet Minister) લગભગ 50 પ્રધાનો હશે. આ ઉપરાંત મુખ્ય મંચ પર 12 ખુરશીઓ રાખવામાં આવી છે, જ્યાં વડાપ્રધાન, ગૃહપ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને VVIP મહેમાનો હાજર રહેશે.

(cm yogi swearing ceremony
(cm yogi swearing ceremony

By

Published : Mar 24, 2022, 12:04 PM IST

લખનઉ: 25 માર્ચે મુખ્યપ્રધાન યોગીના શપથ ગ્રહણ સમારોહમાં (cm yogi swearing ceremony) ભાવિ પ્રધાનો માટે લગભગ 50 ખુરશીઓ રાખવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે, મુખ્યપ્રધાન યોગીની કેબિનેટ (CM Yogi Cabinet Minister) લગભગ 50 પ્રધાનોની હશે. અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં (એકાના સ્ટેડિયમ) મુખ્ય સ્ટેજ પછી ડી-સિક્યોરિટી બનાવવામાં આવી છે. આ પછી લાલ રંગની ખુરશીઓ રાખવામાં આવી છે, જ્યાં ભાવિ પ્રધાનોને બેસાડવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય મંચ પર 12 ખુરશીઓ રાખવામાં આવી છે, જ્યાં વડાપ્રધાન, ગૃહપ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને VVIP મહેમાનો હાજર રહેશે.

આ પણ વાંચો :જાણો શા માટે ભાજપે જૂના ચહેરાઓ પર વિશ્વાસ કર્યો વ્યક્ત

ન્યૂ ઈન્ડિયાનું નવું ઉત્તર પ્રદેશ : અહીં મુખ્ય પ્લેટફોર્મની નીચે ન્યૂ ઈન્ડિયાનું નવું ઉત્તર પ્રદેશ (New Uttar Pradesh of New India) સ્લોગન લખવામાં આવશે. આ સ્લોગન દ્વારા ભાજપ 2024ની લોકસભા ચૂંટણીનું સમીકરણ 2022ની જીત સાથે બનાવશે. હાલ અટલ બિહારી સ્ટેડિયમમાં તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમ SPG અને રાજ્ય પોલીસની કડક દેખરેખ હેઠળ છે. અનધિકૃત લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ધાર્મિક લાગણી દુભાવવા અંગે મુખ્યપ્રધાન યોગીને નોટિસ, જાણો સમગ્ર મામલો..

12 રાજ્યોના મુખ્યપ્રધાનો રહેશે હાજર : નોંધનીય છે કે 25 માર્ચ ગુરુવારે એકના સ્ટેડિયમમાં આયોજિત યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત 12 રાજ્યોના મુખ્યપ્રધાનો અને તમામ મહાનુભાવો હાજર રહેશે. સ્ટેડિયમમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સ્ટેજને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details