લખનઉઃ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા (Yogi Adityanath took the oath) બાદ પોતાના પ્રથમ સંબોધનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (The first address of Yogi Adityanath) કહ્યું કે, જનસેવા સિવાય બીજું કોઈ પુણ્ય નથી. વફાદારી સાથે જવાબદારીઓ નિભાવવાથી આધ્યાત્મિક સંતોષ અને પ્રતિબદ્ધતા મળે છે. પ્રધાનોને પ્રજા અને રાજ્યની સેવા કરવાનો પવિત્ર અવસર મળ્યો છે. આ તકને સિદ્ધિમાં રૂપાંતરિત કરીને આપણે સૌએ રાજ્યના વિકાસ અને લોકોની ખુશી માટે સતત પ્રયત્નો કરવા પડશે. હકીકતમાં, અહીંના લોક ભવનમાં પ્રધાનમંડળના સભ્યો (Yogi Adityanath's address to the new cabinet) સાથેની પરિચયાત્મક બેઠકમાં, મુખ્યપ્રધાને રાષ્ટ્રવાદ, સુરક્ષા, સુશાસન અને વિકાસમાં વિશ્વાસ દર્શાવવા બદલ રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:યોગી આદિત્યનાથના શપથ ગ્રહણની આગોતરી તૈયારી
પ્રધાનમંડળનો આભાર વ્યક્ત કર્યો: તેમણે રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા બદલ અગાઉની રાજ્ય સરકારના પ્રધાનમંડળનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં પારદર્શિતા અને ઈમાનદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિ અને નિયમો મુજબ કામો કરવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, ફાઈલોનો નિકાલ સમયમર્યાદા સાથે થવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ફાઈલો પેન્ડીંગ ન રહેવી જોઈએ.
ટ્રાન્સફર-પોસ્ટિંગનું કામ:મુખ્યપ્રધાને કહ્યું કે, પ્રધાનોએ તેમની કચેરીમાં સમયસર હાજર રહીને કામો કરવા જોઈએ. સારા કાર્યો પર ધ્યાન આપો. તેમણે કહ્યું કે, ટ્રાન્સફર-પોસ્ટિંગનું કામ કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે થવું જોઈએ. તેમજ ઓનલાઈન ટ્રાન્સફર પદ્ધતિ અપનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, સરકારની ટ્રાન્સફર પોલિસી મુજબ ટ્રાન્સફર થવા જોઈએ.