લખનઉ : યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ (UP Assembly Election 2022) મુખ્ય પ્રધાન યોગીના તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. પરિણામ આવે તે પહેલા લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે, સપા ગઠબંધન ભાજપ ગઠબંધનને ટક્કર આપશે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા હતા કે, મુખ્ય પ્રધાન યોગીની નોઈડા મુલાકાત પણ તેમના પતનનું કારણ બની શકે છે. પરંતુ મુખ્ય પ્રધાન યોગીએ આ બધી અંધશ્રદ્ધાઓને ફગાવીને સાબિત કરી દીધું છે કે છેતરપિંડીથી કંઈ થતું નથી, કર્મ જ મુખ્ય છે.
યુપીની અટવળો અવળી પડી
ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. શરૂઆતના વલણોમાં ભાજપે બહુમતીના જાદુઈ આંકને પાર કરી લીધો છે. જ્યારે સત્તાના ગલિયારાઓમાં એવી ચર્ચા હતી કે, સમાજવાદી પાર્ટી ભાજપને કડક ટક્કર આપશે. પરંતુ આ થઈ શક્યું નહીં. સપા સુપ્રીમો અખિલેશ યાદવની ફોર્મ્યુલા ફરી એક વાર નિષ્ફળ સાબિત થઈ છે.
યોગીએ કહ્યું હતું કે, હું આ મિથક તોડીશ
અત્યાર સુધી ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારામાં એવી ચર્ચા હતી કે, જે કોઈ મુખ્યપ્રધાન નોઈડામાં (CM of UP in Noida) આવે છે. તેને ફરીથી સત્તાની ખુરશી નથી મળતી. આ બાબતને એક રીતે પડકારતાં મુખ્ય પ્રધાન યોગીએ તે માન્યતાને તોડવાની વાત કરી હતી. છેલ્લા 37 વર્ષની વાત કરીએ તો યુપીના રાજકારણમાં અત્યાર સુધી એવો કોઈ નેતા સતત બે ટર્મ સુધી મુખ્ય પ્રધાન પદ પર રહી શક્યો નથી. પરંતુ આમ કરીને યોગીએ પોતાનો રાજકીય દબદબો વધુ વધાર્યો છે.
નોઈડાની માન્યતા પણ નિષ્ફળ ગઈ
વસ્તીની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની (UP 2022 Election Campaign highlights) રાજનીતિમાં ત્રણ દાયકાઓથી વધુ એક દંતકથા હતી. એટલે કે જે પણ મુખ્યપ્રધાન નોઈડામાં આવે છે. તેની ખુરશી જતી રહે છે. તે ફરી સત્તાની આસન પર બેસતો નથી. ઉત્તર પ્રદેશમાં આ મિથક 1988થી બનેલી છે. જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન વીર બહાદુર સિંહ પહેલીવાર નોઈડા આવ્યા હતા. અને તેઓ આગામી ચૂંટણી હારી ગયા હતા. તેમના પછી, નારાયણ દત્ત તિવારી મુખ્યપ્રધાન બન્યા અને 1989 માં નોઈડાના સેક્ટર 12 માં નેહરુ પાર્કનું ઉદ્ઘાટન કરવા ગયા. થોડી વાર પછી તેમની ખુરશી જતી રહી.
આ પણ વાંચો :Goa Assembly Election Result 2022 :મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે બાજી મારી