- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવશે
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 15 યોજનાઓના 75 લાભાર્થીઓને પોતાના હસ્તે સર્ટિફિકેટ પણ આપશેં
- અભિન્ન માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનતા પાર્ટીના આધારસ્તંભ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત
ગોરખપુરઃ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવશે. જિલ્લાના ભરોહિયા બ્લોકમાં યોજાયેલા વિશાળ મેળાના માધ્યમથી મુખ્યપ્રધાન આમાં સરકારની ઉપલબ્ધીઓને ગરીબો વચ્ચે લઈ જશે. તો સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મુખ્યપ્રધાન પોતાના હસ્તે સર્ટિફિકેટ આપશે.
મુખ્યપ્રધાન 15 યોજનાના 75 લાભાર્થીઓને આપશે સર્ટિફિકેટ
અહીં મુખ્યપ્રધાનના હસ્તે 15 યોજનાઓના 75 લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. યોગી આદિત્યનાથ મેળામાં સામેલ થતા પહેલા પંડિત દિનદયાળ ગોરખપુર યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલી દિનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પર માળા અર્પણ કરશે. ત્યારબાદ મેળામાં સામેલ થવા માટે હેલિકોપ્ટરથી ભરોહિયા બ્લોક માટે રવાના થશે. મુખ્યપ્રધાનનો ગોંડામાં યોજાયેલા મેળામાં સામેલ થવાનો કાર્યક્રમ છે, જેના માટે તેઓ ગોરખપુરથી નીકળી જશે.
રાજ્યના તમામ બ્લોકમાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો
ગરીબ કલ્યાણ મેળામાં લગભગ 375 લાભાર્થી ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાનના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ વિવિધ માધ્યમોથી કરવામાં આવશે. રાજ્યના તમામ બ્લોકમાં આજે મેળો યોજાશે. મેળામાં દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું વિતરણ, વૃદ્ધાવસ્થા, દિવ્યાંગ અને બેઘર પેન્શન, PM આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય, સ્વરોજગાર યોજનાઓના લાભાર્થીઓ, સ્વયં સહાયતા મહિલા સમૂહ, PM કિસાન યોજના, પુષ્ટાહાર વિતરણ, ગર્ભવતી મહિલાઓના બેબી શાવર અને ભોજનની સાથે, જનની સુરક્ષા યોજના, આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013ના લાભાર્થીઓ, સામુહિક વિવાહ યોજનાના લાભાર્થીઓને તે દરમિયાન લાભ આપવામાં આવશે.