ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ યોગી એક્શનમાં, અધિકારીઓ ટેન્સનમાં - યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ

સીએમ યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ(Yogi Adityanath sworn in as Chief Minister for the second time) લેતાની સાથે જ એક્શનમાં આવી ગયા હતા. શનિવારે યોજના ભવનમાં, સીએમ યોગીએ તમામ અધિક મુખ્ય સચિવો અને મુખ્ય સચિવોને 100 દિવસની કાર્ય યોજના તૈયાર કરવા સૂચના આપી (Yogi Adityanath instructed all the secretaries) હતી. જે બાદ તમામ વિભાગોના વડાઓએ એક્શન પ્લાન (instruction to prepare action plan) તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ યોગી એક્શનમાં, અધિકારીઓ ટેન્સનમાં
બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ બાદ યોગી એક્શનમાં, અધિકારીઓ ટેન્સનમાં

By

Published : Mar 27, 2022, 5:11 PM IST

લખનઉ: સીએમ યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ (Yogi Adityanath sworn in as Chief Minister for the second time) લેતાની સાથે જ એક્શનમાં આવી ગયા. શનિવારે યોજના ભવનમાં, સીએમ યોગીએ તમામ અધિક મુખ્ય સચિવો અને મુખ્ય સચિવોને 100 દિવસની કાર્ય યોજના તૈયાર કરવા સૂચના આપી (instruction to prepare action plan) હતી. જે બાદ તમામ વિભાગોના વડાઓએ એક્શન પ્લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ એપિસોડમાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક (A high level meeting of senior officials of the Home Department) યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશનો કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાઓને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ભાવિ વ્યૂહરચના અંગે વિચાર વિમર્શ થયો હતો.

આ પણ વાંચો:CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત, ત્રણ મહિના સુધી રાશન મળતું રહેશે ફ્રી

ભ્રષ્ટાચાર નિવારણ: મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ પોલીસ વિભાગ તેના એકમો અને જિલ્લા સ્તરે પોલીસને આયોજનબદ્ધ રીતે મજબૂત અને અસરકારક બનાવવા નિર્દેશ આપ્યો હતો. સામાન્ય લોકોને વધુ સારી પોલીસ સુવિધા પૂરી પાડવા માટે તેમણે પોલીસને લગતી જાહેર ઉપયોગિતા સેવાઓને વધુ મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થા, આર્થિક ગુના સંશોધન વિંગ (EOW), તકેદારી, SIT અને CBCIDને ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ પર અસરકારક કાર્યવાહી માટે વધુ શક્તિશાળી અને અસરકારક બનાવવા જણાવ્યું છે.

આ પણ વાંચો:યોગી આદિત્યનાથની કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણ પર ફોકસ, જાણો ક્યા જાતિના પ્રધાનોને મળ્યું સ્થાન

એન્ટી રોમિયો સ્કવોડને વધુ મજબૂત: અધિક મુખ્ય સચિવ ગૃહે જણાવ્યું છે કે, વિવિધ પોલીસ એકમોના કામમાં પારદર્શિતા લાવવા અને ઝડપી બનાવવા ટેકનોલોજીના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે મહિલા બીટ સિસ્ટમ અને એન્ટી રોમિયો સ્કવોડને વધુ મજબૂત બનાવવામાં આવશે. ગુંડા-માફિયા અને મહિલા અપરાધોમાં મહત્તમ સજા આપવા માટે સ્પેશિયલ પ્રોસિક્યુશન યુનિટની રચના પર પણ વિચાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details