- યોગી આદિત્યનાથે ફૈઝાબાદ જંક્શનનું નામ બદલ્યું
- ફૈઝાબાદ જંક્શન હવે અયોધ્યા કેંટ નામે ઓળખાશે
- મુખ્યપ્રધાન કાર્યાલયે આપી જાણકારી
લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ફૈઝાબાદ રેલવે જંક્શન (Faizabad Railway Junction)નું નામ બદલીને અયોધ્યા કેંટ (Ayodhya Cantt) કરવાનો નિર્ણય લીધો છે. આ સંબંધિત નોટિફિકેશન જલદી જાહેર કરવામાં આવશે. આને લઇને ભારત સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. મુખ્યપ્રધાનના કાર્યાલય (CMO) તરફથી કહેવામાં આવ્યું છે કે યુપીના CM યોગી આદિત્યનાથે ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેંટ કરવાનો નિર્ણય લીધો છે.
ફૈઝાબાદને બનાવ્યો અયોધ્યા જિલ્લો
આ પહેલા 2018માં યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે ફૈઝાબાદને અયોધ્યા જિલ્લા તરીકે બોલાવવામાં આવશે. 6 નવેમ્બર 2018ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબિનેટે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવાનો અને જિલ્લાના વહીવટી મથકને અયોધ્યા શહેરમાં સ્થાનાંતરિક કરવાની મંજૂરી આપી હતી.