ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર - વિધાનસભાની ચૂંટણી

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન(AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ને સ્વીકારીને તેમને મોટા નેતા ગણાવ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ(Yogi Adityanath)ને મુખ્યપ્રધાન બનવા દેશે નહીં.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

By

Published : Jul 4, 2021, 9:49 AM IST

Updated : Jul 4, 2021, 12:38 PM IST

  • આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ રાજ્યમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે
  • પાંચ વર્ષમાં પાંચ મુખ્યપ્રધાન અને 20 નાયબ મુખ્યપ્રધાન બનાવવાની વાત કરી હતી
  • એઆઈએમઆઈએમ 20 બેઠકો પર લડી હતી

લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ 2022ની શરૂઆત થતાં જ રાજકીય રેટરિકે વેગ પકડ્યો છે. આઈએમઆઈએમ (AIMIM)એ રાજ્યની 100 બેઠકો માટે ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી છે. એઆઈએમઆઈએમ (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ 2022ની ચૂંટણીમાં ભાજપ અને યોગી આદિત્યનાથ(Yogi Adityanath) ને સત્તાથી હટાવવાની વાત કરી છે. મુખ્યપ્રધાન યોગી(Yogi Adityanath) ની પ્રતિક્રિયા ઓવૈસી(Asaduddin Owaisi)ના નિવેદન પર સામે આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, ભાજપે ઓવૈસીને સ્વીકાર્યા છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી, ઘણા મહત્વના મુદ્દા પર થઇ ચર્ચા

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઓવૈસીના નિવેદનનો સીધો જવાબ આપ્યો છે

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે(Yogi Adityanath) ઓવૈસીના નિવેદનનો સીધો જવાબ આપ્યો છે. મુખ્યપ્રધાન યોગીએ કહ્યું છે કે, 'ઓવૈસી(Asaduddin Owaisi) દેશના એક મોટા નેતા છે, તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી હાંકી કાઢશે એમ કહીને ભાજપના કાર્યકરોને પડકાર ફેંક્યો છે. ભાજપે તેમનો પડકાર સ્વીકાર્યો છે. મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ રાજ્યમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે.

AIMIM સાથે ભાગીદારી સંકલ્પ મોરચા

ઉલ્લેખનિય છે કે, એઆઈએમઆઈએમ(AIMIM)એ સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર સાથે જોડાણની ઘોષણા કરી છે. 'ભાગીદરી સંકલ્પ મોરચા' હેઠળ ઓમપ્રકાશ રાજભરે 2022ની વિધાનસભાની ચૂંટણીને રાજ્યના નાના પક્ષોને એક મંચ પર લાવીને લડવાની જાહેરાત કરી છે. ઓમ પ્રકાશ રાજભાર ઓવૈસીની મદદથી ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. તાજેતરમાં, તેમણે મીડિયાની સામે સરકારનું બંધારણ પણ શેર કર્યું હતું, જેમાં તેમણે પાંચ વર્ષમાં પાંચ મુખ્યપ્રધાન અને 20 નાયબ મુખ્યપ્રધાન બનાવવાની વાત કરી હતી.

AIMIMની 100 બેઠકો માટે ચૂંટણીનું એલાન

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે, તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાના સંબંધમાં, અમે 100 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ઉમેદવારોને સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવાર આવેદનપત્ર પણ બહાર પાડ્યું છે.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના લખનઉમાં કરાયું ડિફેન્સ એક્સપો-2020નું આયોજન

આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

આગળના ટ્વીટમાં તેમણે કહ્યું કે, અમે ઓ.પી.રાજભર સાહેબ 'ભાગીદરી સંકલ્પ મોરચા' સાથે છીએ. અમારી અને કોઈ પાર્ટી સાથે ચૂંટણી કે જોડાણ અંગે કોઈ વાત થઈ નથી. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, એઆઈએમઆઈએમ(AIMIM) 20 બેઠકો પર લડી હતી અને પાંચ બેઠકો જીતી.

Last Updated : Jul 4, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details