ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ એક્શનમાં, શું હવે મહિલા સશક્તિકરણથી ટળી શકશે રાજકીય સંકટ ?

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારના (Maharashtra Political Crisis)ભવિષ્યને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે. આ પરિસ્થતીમાં CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ એક્શનમાં આવ્યા છે. તેમણે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની પત્નીનો સંપર્ક કરવાનું શરુ કર્યું છે.

CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ એક્શનમાં, શુ્ં હવે મહિલા સશક્તિકરણથી ટળી શકશે રાજકીય સંકટ...
CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ એક્શનમાં, શુ્ં હવે મહિલા સશક્તિકરણથી ટળી શકશે રાજકીય સંકટ...

By

Published : Jun 26, 2022, 12:51 PM IST

Updated : Jun 26, 2022, 1:23 PM IST

મુંબઈ:શિવસેનાના નેતાઓએ (Shiv Sena leaders) પાર્ટી અને સરકારને બચાવવા માટે તમામ સ્તરે પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Chief Minister Uddhav Thackeray) પત્ની રશ્મિ ઠાકરેએ પણ આ પ્રયાસોમાં ભાગ લીધો છે. તેણે કેટલાક બળવાખોર ધારાસભ્યોના પત્નીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

આ પણ વાંચો:ઉદ્ધવ ઠાકરે CM આવાસને કહ્યું અલવિદા, સામાન સાથે થયા રવાના

પાર્ટીના દરવાજા હજુ પણ છે ખુલ્લા:શિવસેના પક્ષમાં (Shiv Sena party) વિભાજન થયા બાદ હવે શિવસેનાના તમામ નેતાઓએ પાર્ટી અને સરકારને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિધાનસભામાં કાનૂની લડાઈ ચાલી રહી છે, ત્યારે પક્ષ સ્તરે રેલી યોજીને કાર્યકરોને બાંધી દેવાની લાગણીસભર હાકલ કરવામાં આવી રહી છે. તે જ સમયે, બળવાખોર ધારાસભ્યોને પાછા આવવાની ચેતવણી અને અપીલ પણ કરવામાં આવી રહી છે. નેતાઓનું કહેવું છે કે, બળવાખોર ધારાસભ્યોને (Rebel MLAs of Shivsena) હજુ સુધી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા નથી કે દેશદ્રોહી કહેવાયા નથી. તેમના માટે પાર્ટીના દરવાજા હજુ પણ ખુલ્લા જ છે. CM ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ એક્શનમાં આવ્યા છે ત્યારે તે હવે પાર્ટીને બચાવવા માટે તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:ઠાકરેએ બળવાખોરોને કડક શબ્દોમાં કહ્યું- "ચૂંટણી જીતવા માટે તમારા પિતાના નામનો ઉપયોગ કરો, મારા પિતાનું નહીં"

શિંદેના કટ્ટર સમર્થકો: પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ (CM Uddhav Thackerays Wife Rashmi) બળવાખોર ધારાસભ્યોના (Rebel MLAs of Shivsena) પત્નીના સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમાં પણ તેમણે મુખ્યત્વે એવા ધારાસભ્યોને બાકાત રાખ્યા છે, જેઓ શિંદેના કટ્ટર સમર્થક છે. તેઓ આ ધારાસભ્યોના પ્રતિનિધિઓ સાથે શિવસેનામાં તેમનું મહત્વ અને શિવસેના દ્વારા તેમને અત્યાર સુધી આપવામાં આવેલી મદદ વિશે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમજ તેઓ પાર્ટીની સાથે કેવી રીતે રહેવું જોઈએ તે વિશે વાત કરી રહ્યા છે.

Last Updated : Jun 26, 2022, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details