શિમલા : હિમાચલમાં આવેલી આપતી પછી સમગ્ર રાજ્યમાં દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જેમને સરકારે વહીવટી તંત્રની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે લાહૌલ સ્પીતિના ચંદ્રતાલમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બચાવવા તે સૌથી મોટો પડકાર હતો. વહીવટીતંત્રના સતત પ્રયાસો બાદ આખરે ચંદ્રતાલ તળાવમાં ફસાયેલા તમામ મુસાફરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન સુખવિંદરસિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. આ મુશ્કેલ બચાવ કામગીરી બદલ કેબિનેટ પ્રધાન જગત નેગી અને CPS સંજય અવસ્થીએ પણ બચાવ ટીમનો આભાર માન્યો હતો.
કેવી રીતે ફસાયા ? લાહૌલ સ્પીતિ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં ટ્રેકિંગ પર આવેલા 256 પ્રવાસીઓ ખરાબ હવામાનને કારણે ચંદ્રતાલ તળાવ પાસે ફસાઈ ગયા હતા. તેઓનું ત્યાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ સરકાર અને રેસ્ક્યુ ટીમે આખરે આ તમામ મુસાફરોને ચંદ્રતાલમાંથી બહાર કાઢી લોસર સુધી પહોંચાડ્યા છે. હવે અહીંથી મુસાફરોને તેમના ઘરે મોકલવામાં આવશે.
હું કેબિનેટ પ્રધાન જગત નેગી અને CPS સંજય અવસ્થી સહિતની બચાવ ટીમના અસાધારણ પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરું છું. કારણ કે, આ પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન કઠોર હવામાનની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશનને સફળ બનાવવા માટે અમારા પ્રધાન, અધિકારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોનું સમર્પણ મહત્ત્વપૂર્ણ હતું.--સુખવિંદરસિંહ સુખુ (મુખ્યપ્રધાન, હિમાચલ પ્રદેશ)
ચંદ્રતાલમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસક્યુ ઓપરેશન
રેસક્યુ ઓપરેશન : હિમાચલના ચંદ્રતાલમાં ફસાયેલા 256 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે મુખ્ય પ્રધાન સુખવિંદરસિંહ સુખુએ ટ્વિટર પર આ બાબતે ટ્વિટ કરી હતી. જેમાં તેઓએ આ મુશ્કેલ રેસક્યુ ઓપરેશનનો વિડીયો પણ શેર કર્યો હતો. મુખ્યપ્રધાને માહિતી આપી હતી કે, ચંદ્રતાલ તળાવમાં ફસાયેલા તમામ 256 પ્રવાસીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે લોસર લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને કેબિનેટ પ્રધાન જગત નેગી અને CPS સંજય અવસ્થી સહિત બચાવ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
- Uttarakhand Rain: લકસરમાં રસ્તો સમુદ્ર બન્યો, 50થી વધુ ગામો સંપૂર્ણપણે ડૂબ્યા, સેનાએ હાથ ધરી બચાવ કામગીરી
- Delhi Flood: CM કેજરીવાલની ચીફ સેક્રેટરીને સૂચના, પૂરનો સામનો કરવા સેના અને NDRFની લો મદદ