ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Arunachal Violence: પેપર લીક મામલે વિવાદનો જ્વાળામુખી ફાટ્યો - અરૂણાચલ પ્રદેશમાં લોક સેવા આયોગનું પેપર લીક

માત્ર ગુજરાતમાં જ નહીં અરૂણાચલ પ્રદેશમાં પણ પેપરલીક થવાને લઈને મોટો વિવાદ થયો છે. જ્યાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ પોતાની 13 માંગ પર હિમાલયના પહાડની જેમ અડગ રહ્યા છે. શનિવારે પાંચ કલાક સુધી યથાવત રહેલી મુખ્યપ્રધાન પેમા ખાંડું સાથેની બેઠકમાં કેટલીક માંગ સ્વીકારવા માટેની સહમતી બની છે. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ તથા પ્રધાનો પણ જોડાયા હતા. જોકે, કઈ માંગને લઈને સહમતી બની છે એ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

Arunachal Violence: પેપર લીક મામલે વિવાદનો જ્વાળામુખી ફાટ્યો
Arunachal Violence: પેપર લીક મામલે વિવાદનો જ્વાળામુખી ફાટ્યો

By

Published : Feb 19, 2023, 3:27 PM IST

તેજપુર: અરૂણાચલ પ્રદેશમાં લોક સેવા આયોગનું પેપર લીક થયું હતું. જેને લઈને પાટનગર ઈટાનગરમાં વિરોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓ રસ્તે ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ મામલે સીબીઆઈ તપાસ સામે સંતોષકારક નથી. જેની સામે 13 માંગ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન કાર્યાલયના રીપોર્ટ અનુસાર બપોરે 2થી 8 વાગ્યા સુધી એક મોટી બેઠક આ મામલે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન પેમા ખાંડુ અને ગૃહપ્રધાન બમાંગ ફેલિક્સે ખાસ હાજરી આપી હતી. આ બેઠકમાં નિર્ણય શું લેવાયો એ અંગે ખુલાસો થયો નથી.

આ પણ વાંચો:Indo-Nepal border: દિલ્હી સુધી વગર વિઝાએ પહોંચી ગયો ચીનનો નાગરિક

મુખ્યપ્રધાને બોલાવ્યાઃ પહેલા તો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓમાંથી મુખ્યપ્રધાન ખાંડુંએ કેટલાક વિદ્યાર્થીઓના ગ્રૂપને બોલાવ્યા હતા. ઈટાનગરના પ્રભારી સચીન રાણા તરફથી વિરોધ કરી રહેલા લોકોને આ માટે આમંત્રિત કરાયા હતા. પણ આ બેઠકમાં સામિલ થવાનો જુથે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોકે, શનિવારે લાંબા સમય સુધી યથાવત રહેલી બેઠકમાં કેટલાક મુદ્દાઓ સ્વીકારી લેવામાં આવ્યા છે. પણ સરકારે આ માંગ સામે કેટલીક શરત મૂકી છે. મુખ્યપ્રધાન ખાંડુએ પણ લોકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી છે.

ચિમકી ઉચ્ચારીઃવિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના ટોળાએ પોતાની માંગને લઈને સરકાર સામે લડી લેવાની તૈયારી બતાવી દીધી છે. 12 કલાક સુધી બંધ પાડવામાં આવ્યો હતો. આ અંગે એક ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. પણ હવે આ બંધને 21 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે. પાટનગર ઈટાનગરમાં શનિવારે રાત્રીના 9 વાગ્યા સુધી લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું લાગુ કરી દેવામાં આવી છે. જેના કારણે સામાન્ય પ્રજા પણ હેરાનપરેશાન થઈ રહી છે. શનિવારે કેન્દ્ર સરકાર તથા ખાનગી એકમની કચેરીઓ, શિક્ષણ સંસ્થા, દુકાન, મોલ તથા માર્કેટ બંધ રહ્યા હતા.

આ પણ વાંચો:Maharashtra politics: સંજય રાઉતનો મોટો આરોપ, શિવસેનાના નામ માટે 2000 કરોડની ડીલ કરાઈ

સુરક્ષા સાથે છૂટઃજોકે, કેટલાક સરકારી એકમ તથા કચેરીઓને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખોલવામાં આવી રહી છે. નાહરલોગુન અને ઈટાનગરમાં તમામ પ્રકારની વ્યાપારી પ્રવૃતિઓ ઠપ્પ થઈ ચૂકી છે. રાજ્યમાં પરિવહન સર્વિસ પણ પોલીસ સુરક્ષા સાથે રવાના કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અરૂણાચલ પ્રદેશ બચાવો એવું બોલીને નારેબાજી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details