- એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ અને ઈન્ટિગ્રલ મેડિકલ કોલેજ બનાવાશે કોવિડ હોસ્પિટલ
- બલરામપુર હોસ્પિટલમાં 300 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 11 એપ્રિલથી સવારે કાર્યરત કરવામાં આવશે
- મુખ્યપ્રધાને લોક ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી લખનઉમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી
લખનઉઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોવિડ-19ના ઉપચાર માટે એલ-2 અને એલ-3ના પર્યાપ્ત બેડ વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, લખનઉમાં તાત્કાલિક ઓછામાં ઓછા 2 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ આગામી એક અઠવાડિયામાં વધુ 2,000 કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચોઃપવન કલ્યાણની પાર્ટી જનસેનાના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં, અભિનેતા થયા ક્વૉરન્ટીન
11 એપ્રિલથી 300 બેડની હોસ્પિટલ શરૂ થશે
મુખ્યપ્રધાને લખનઉના જિલ્લા અધિકારીને તમામ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માત્રા પૂરતી કરાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યપ્રધાને શનિવારે લોક ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં લખનઉમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, એરા મેડિકલ કોલેજ, ટીએસ મિશ્રા મેડિકલ કોલેજ અને ઈન્ટિગ્રલ મેડિકલ કોલેજને સંપૂર્ણપણે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવે. બલરામપુર હોસ્પિટલમાં 300 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 11 એપ્રિલથી સવારે કાર્યરત કરવામાં આવશે.