ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kolkata Municipal Corporation Result : મમતાએ કહ્યું- "આ રાષ્ટ્રીય રાજનીતિની જીત છે" - દેશના વિકાસ માટે કામ કરવામાં મદદ

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં (Kolkata Municipal Corporation Result) તૃણમૂલ કોંગ્રેસની શાનદાર જીતથી (Trinamool Congress-TMC) ઉત્સાહિત, પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) કહ્યું કે બીજેપી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો જેવા અન્ય રાષ્ટ્રીય પક્ષો અમારી સામે લડ્યા અને હારી ગયા હતા. આ જનતાનો નિર્ણય છે અને મને લાગે છે કે આ જનાદેશ અમને લોકો અને દેશના વિકાસ માટે કામ કરવામાં મદદ (Victory of National Politics) કરશે.

મમતાએ કહ્યું- આ રાષ્ટ્રીય રાજનીતિની જીત છે
મમતાએ કહ્યું- આ રાષ્ટ્રીય રાજનીતિની જીત છે

By

Published : Dec 21, 2021, 3:26 PM IST

Updated : Dec 21, 2021, 6:24 PM IST

કોલકાતા:કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં (Kolkata municipal corporation Result) તૃણમૂલ કોંગ્રેસની શાનદાર જીતથી (Trinamool Congress-TMC) ઉત્સાહિત, પાર્ટીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે પાર્ટીની જીત 'નેશનલ મૂડ' છે. જો કે, તે રાષ્ટ્રીય રાજનીતિની જીત (Victory of National Politics) છે.

આ પણ વાંચો:પીકેનો પ્રહાર - વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી, હારે છે 90 ટકા ચૂંટણી

અનેક પક્ષો લડ્યા પરંતુ TMCની થઈ જીત

તેમણે કહ્યું કે, અન્ય રાષ્ટ્રીય પક્ષો જેમ કે ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો (Mamata Banerjee Atackt On BJP) અમારી સામેચૂંટણી લડ્યા અને હાર્યા. આ જનતાનો નિર્ણય છે અને મને લાગે છે કે આ જનાદેશ અમને લોકો અને દેશના વિકાસ માટે કામ કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો:2024માં વિપક્ષની કોઈપણ સરકાર માટે કોંગ્રેસની જરૂર પડશે

આપણે આ ધરતીના બાળકો છીએ : બેનર્જી

મમતાએ અહીં આસામ જતા પહેલા આ વાતો કહી કે, આપણે આ ધરતીના બાળકો છીએ. અમે જમીન પર કામ કરીએ છીએ અને હવામાં વાત કરતા નથી. આ જ કારણ છે કે કોલકાતા દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક બની ગયું છે. અમારું આગામી મોટું કાર્ય કોલકાતાના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારો વચ્ચેનું અંતર ઘટાડવાનું છે. આ બધા માટે દાખલો બેસાડવો પડશે. ઉલ્લેખનીય છે કે, શાસક પક્ષ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 144 વોર્ડમાંથી ઓછામાં ઓછી 130 બેઠકો જીતવા માટે તૈયાર છે.

Last Updated : Dec 21, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details