- ચૂંટણી પંચ દ્વારા મમતાને 24 કલાક ચૂંટણી પ્રચારથી અટકાવવામાં આવ્યા
- મમતાને ચૂંટણી પ્રચારથી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા
- ભગવા પક્ષના નેતાઓને પ્રચાર કરવા દેવાની શરતે નિર્ણય લેશે
- ધાર્મિક લહજાવાળા નિવેદનોને લીધે મમતા પર પ્રતિબંધ મુક્યો હતો
બારાસત (પશ્ચિમ બંગાળ) :ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ પૂર્ણ થયાની થોડીક મિનિટ પછી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, તેમને ચૂંટણી પ્રચારથી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેનર્જીએ કહ્યું કે, તે જમીન સાથે જોડાયેલી યોદ્ધા છે અને ભાજપને ધમકાવવાની રણનીતિ સામે ઝૂકીશ નહિ.
બેનર્જીએ દિવસના સાડા ત્રણ કલાક ધરણા કર્યા
ચૂંટણી પંચ દ્વારા તેમને 24 કલાક ચૂંટણી પ્રચારથી અટકાવવામાં આવ્યા ત્યારે બેનર્જીએ દિવસના સાડા ત્રણ કલાક ધરણા કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે, રાજ્યના લોકો તેમને પ્રચાર કરતા અટકાવવા અને ભગવા પક્ષના નેતાઓને પ્રચાર કરવા દેવાની શરતે નિર્ણય લેશે.
આ પણ વાંચો : મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો