- દિલ્હી વિઘાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું
- સત્ર દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાના પેજ ફાડ્યાં
- કેજરીવાલે કેન્દ્ર સરકારને કાયદા પરત લેવા કરી અપીલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ગુરુવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન કૃષિ કાયદાના પેજ ફાડ્યાં છે. વિધાવસભામાં CM કેજરીવાલે કહ્યું કે, દરેક ખેડૂત ભગતસિંહ બની ગયા છે. સરકાર કહી રહી છે કે, તે ખેડૂતો સુધી પહોંચી રહી છે અને કૃષિ કાયદા અંગે સમજાવવાના પ્રયાસ કરી રહી છે. યુપીના CMએ ખેડૂતોને કહ્યું કે, આ કાયદાથી તેમને ફાયદા થશે. કારણ કે, તેમની જમીન છીનવી લેવામાં આવળે નહીં. શું આ એક લાભ છે?
કેન્દ્ર સરકારને કેજરીવાલની અપીલ
કેજરીવાલે કહ્યું કે, મહામારી દરમિયાન કૃષિ કાયદાના સંસદમાં પાસ કરવા જરૂરી હતો? આ પ્રથમ વખત થયું કે, રાજ્યસભામાં મતદાન વિના 3 કાયદા પાસ કરવામાં આવ્યા છે. મેં આ વિધાનસભામાં 3 કાયદા ફાડ્યા છે અને કેન્દ્રને પણ અપીલ છે કે, તે અંગ્રેજો કરતાં ખરાબ બને નહીં.