ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM KCR Comments : સીએમ કેસીઆરની 'ઇન્ડિયા' પર મોટી ટિપ્પણી, સ્પષ્ટ કર્યું વલણ - કેસીઆર

બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના સીએમ કેસીઆર દ્વારા મોટી ટિપ્પણી કરવામાં આવી છે. ​​વિપક્ષી પાર્ટીઓના નવા ગઠબંધન ઇન્ડિયાને લઇને તેમણે ટિપ્પણી કરી છે કે એમાં શું નવું છે? વધુ શું કહ્યું તે જોઇએ.

CM KCR Comments : સીએમ કેસીઆરની 'ઇન્ડિયા' પર મોટી ટિપ્પણી, સ્પષ્ટ કર્યું વલણ
CM KCR Comments : સીએમ કેસીઆરની 'ઇન્ડિયા' પર મોટી ટિપ્પણી, સ્પષ્ટ કર્યું વલણ

By

Published : Aug 2, 2023, 2:26 PM IST

હૈદરાબાદ :તેલંગાણાના મુખ્યપ્રધાન અને બીઆરએસ અધ્યક્ષ કેસીઆરે કેન્દ્રમાં સત્તારૂઢ ગઠબંધન એનડીએ અને વિરોધ પક્ષોના જોડાણ (I.N.D.I.A.) ને ળઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. માધ્યમોના સવાલોના જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈની સાથે નથી. સીએમ કેસીઆરએ કહ્યું કે તેઓ કોઈની સાથે રહેવા માંગતા નથી.

કેસીઆરનું સ્પષ્ટ વલણ :બીઆરએસ અધ્યક્ષ કેસીઆરને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટી ઈન્ડિયા એલાયન્સ સાથે છે કે એનડીએ સાથે? તો તેઓએ સ્પષ્ટપણે કહ્યું, 'અમે ન તો કોઈની સાથે છીએ અને ન તો કોઈની સાથે રહેવા માગીએ છીએ. અમે એકલા નથી અને અમારા મિત્રો પણ છે.'

તેમાં નવું શું છે? :કેસીઆર દ્વારા વિપક્ષોના નવા ગઠબંધન ઇન્ડિયા વિશે વધુમાં જણાવ્યું હતું કે 'આ ભારતમાં નવું શું છે? તેઓ 50 વર્ષથી સત્તામાં હતાં, કંઈ બદલાયું નથી.' તેલંગાણાના મુખ્યપ્રધાને કહ્યું કે તેઓ એકલા નથી. વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A.ના ગઠબંધન પર ટિપ્પણી કરતા તેમણે પ્રશ્ન પૂછ્યો કે તેમાં નવું શું છે? કોઈ પણ રાજકીય પક્ષનું નામ લીધા વિના તેમણે કહ્યું કે 50 વર્ષના તેમના સત્તાકાળ દરમિયાન કોઈ પરિવર્તન થયું નથી'.

બીઆરએસ કોઇ સાથે જોડાવામાં માનતો નથી :આપને જણાવીએ કે આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તાનશીન ભારતીય જનતા પાર્ટી અને તેમના સહયોગી ગઠબંધન એનડીએ સામે લડત આફવા માટે વિપક્ષી દળો તરફથી વધુ એખ વું ગઠબંધન રચવામાં આવ્યું છે. જેનું નામ ઇન્ડિયા (I.N.D.I.A.) રાખવામાં આવ્યું છે. આ ગઠબંધનમાં નાનામોટ લગભગ 26 દળનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ ગઠબંધનમાં બીઆરએસ શામેલ થયો નથી. બીઆરએસે પહેલાંથી જ વિપક્ષી દળોના ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે. બીઆરએસની સત્તાપક્ષ ભાજપ સાથે પણ તકરાર થતી રહી છે. મુખ્યપ્રધાન કેસીઅઆર દ્વારા ઘણાં મુદ્દાઓ પર ભાજપની આકરી ટીકા કરવામાં આવતી રહી છે.

  1. Manipur Violence: વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના સાંસદ ઇમ્ફાલમાં સ્થિતિની કરી રહ્યા છે સમીક્ષા, રાજ્યપાલને મળશે
  2. Delhi News : ગઠબંધનને 'INDIA' નામ આપવા બદલ દિલ્હીમાં 26 વિપક્ષી પાર્ટીઓ સામે બે ફરિયાદ દાખલ કરવામાં આવી
  3. I.N.D.I.A. Manipur visit: મણિપુર હિંસામાં ભોગ બનેલી બાળકીની માતાએ કહ્યું- આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ

ABOUT THE AUTHOR

...view details