ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM હેમંત સોરેને  ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતને દુ:ખદ ગણાવ્યો, કહ્યું - "ઓપરેશનને લઈને ખડે પગે રહ્યા અધિકારીઓ" - રોપવે અકસ્માત રેસ્ક્યુ ઓપરેશન

દેવઘરમાં ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતને (Deoghar ropeway accident) લઈને ત્રણ દિવસથી ચાલી રહેલું બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મંગળવારે 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક મહિલાનું પડી જવાથી મોત થયું હતું. સોમવારે 32 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને દુર્ઘટનાના દિવસે એટલે કે રવિવારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કુલ ત્રણના મોત થયા છે.

CMએ ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતને દુ:ખદ ગણાવ્યો, કહ્યું ઓપરેશનને લઈને ખડે પગે રહ્યા અધિકારીઓ
CMએ ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતને દુ:ખદ ગણાવ્યો, કહ્યું ઓપરેશનને લઈને ખડે પગે રહ્યા અધિકારીઓ

By

Published : Apr 12, 2022, 5:57 PM IST

સાહિબગંજ : સીએમ હેમંત સોરેને ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દેવઘરમાં થયેલ અકસ્માતને (Deoghar ropeway accident) દર્દનાક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, રવિવારે થયેલી દુર્ઘટના બાદ મંગળવાર બપોર સુધી ચાલેલા બચાવ અભિયાનમાં રોપ-વે ટ્રોલીમાં ફસાયેલા તમામ લોકોને બચાવી (Deoghar Accident rescue operation) લેવાયા છે.

આ પણ વાંચો:Trikut Ropeway Accident Updates :ત્રિકૂટ પર્વત પર રેસ્ક્યુ ઓપરેશન પૂરું, તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા

દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત: જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ ત્રણ મોત થયા છે. રવિવારે એક મહિલાનું મોત થયું હતું, સોમવારે ગમખ્વાર અકસ્માતમાં હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને મંગળવારે રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક મહિલાનું મોત થયું હતું.મુખ્યપ્રધાન હેમંત સોરેને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરી હતી. સાથે જ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને રોપ-વે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એમાટે પ્રાથના કરી હતી.

એરફોર્સ અને NDRFની ટીમ: તેમણે કહ્યું કે, સરકાર ત્રિકૂટ રેસ્ક્યુ ઓપરેશન માટે હંમેશા તૈયાર છે, દુર્ઘટના બાદ તેમણે સતત ચીફ સેક્રેટરી, ડીજીપી અને અન્ય અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા હતા. આ સિવાય અકસ્માતની રાત્રે 12 વાગ્યે ભારત સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના કારણે બચાવ કામગીરી તાકીદે તેજ કરવામાં આવી હતી. જેમાં એરફોર્સ અને NDRFની ટીમ સાથે આર્મીના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો:18 કલાકથી ફસાયેલા લોકોને હેલિકોપ્ટર આ રીતે કરવામાં આવ્યા રેસ્ક્યૂ, હજૂ પણ 25થી વધુ લોકોના જીવ જોખમમાં

બચાવ કામગીરી પૂર્ણ: ત્રિકૂટ પર્વત રોપવે અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ત્રણ દિવસ સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 60 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ લોકોના જીવ બચાવી શકાયા ન હતા. સેનાએ બે દિવસમાં 34 લોકોને બચાવ્યા હતા, જે દરમિયાન એક મહિલા અને એક પુરુષ સહિત બે લોકોના મોત થયા હતા. NDRFની ટીમે 11 એપ્રિલની સવારથી એક નાની બાળકી સહિત 11 લોકોના જીવ બચાવ્યા હતા. આ પહેલા 10 એપ્રિલે અકસ્માતના દિવસે સ્થાનિક ગ્રામજનોની મદદથી રોપ-વેની જાળવણી કરી રહેલા પન્ના લાલે 15 લોકોને બચાવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details